અંક્લેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) નેશનલ હાઇવે (National Highway) નંબર ૪૮ પર નિલેશ ચોકડી પાસે વહેલી સવારના અરસામાં ૨ ટ્રક ૨ ટ્રેલર અને ૨ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક ના ડ્રાઈવર ટ્રકની આગળની કેબીનમાં ફસાઈ જતા ગેસ કટર વડે કાપી તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અકસ્માતમાં ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે હાઇવે પર ૧૦ કિમી સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.
- ૨ ટ્રક, ૨ ટ્રેલર અને ૨ કાર વચ્ચે સર્જાયો માર્ગ અકસ્માત
- ટ્રકની કેબીનમાં ડ્રાઈવર ફસાતા ગેસ કટર વડે કાપી રેસ્ક્યુ કરાયું
- અકસ્માતમાં ૪ ને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર બુધવારે વહેલી સવારે બે ટ્રેલર, બે ટ્રક અને બે કાર વચ્ચે અકસ્માત સર્જાવા પામ્યો હતો. જેમાં ચાર વ્યક્તીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જયારે અકસ્માતમાં મહારાષ્ટ્રના પરિવારનો આબાદ બચાવ થવા પામ્યો હતો. આ ઘટનાના પગલે શહેર પોલીસ નો કાફલો હાઈવે ઉપર દોડી આવ્યો હતો. જો કે ટ્રક અને ટ્રેલર ના કેબીન માં ડ્રાઈવર ફસાઈ જતા અંકલેશ્વર ડીપીએમસી ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી, અને લાશ્કરોએ ગેસ કટર વડે ટ્રક કેબિનનો ભાગ કાપીને રેસ્ક્યુ કરી બન્ને વાહનોના ડ્રાઈવરોને સલામત રીતે બહાર કાઢી સારવાર અર્થે ખસેડયા હતા .આ અકસ્માતને પગલે હાઇવે પર ૧૦ કિમી સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે પોલીસ દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનો ને ક્રેઈન ની મદદ થી હટાવી વાહનવ્યવહાર ને પૂર્વવ્રત કર્યો હતો. અકસ્માતમાં મહારાષ્ટ્રના પરિવારનો આબાદ બચાવ થવા પામ્યો હતો. આ ઘટનાના પગલે શહેર પોલીસનો કાફલો પણ હાઈવે ઉપર દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેઈન ની મદદ થી હટાવી વાહનવ્યવહાર ને કાર્યરત કર્યો હતો.