Dakshin Gujarat

અંકલેશ્વરના સારંગપુરમાં પ્રણય ત્રિકોણનો કરૂણ અંજામ: એક પ્રેમીએ પ્રેમિકા અને બીજા પ્રેમીની હત્યા કરી નાંખી

અંકલેશ્વર,ભરૂચ: (Bharuch) ‘એક ફૂલ દો માલી’ની જેમ ત્રિપાંખિયા પ્રેમ પ્રકરણમાં (Love Affair) સારંગપુર ગામે ખૂની ખેલ ખેલાયો છે. અંકલેશ્વર નજીક સારંગપુર ગામે ડીવોર્સી પ્રેમિકા અને પ્રેમીને બીજા પ્રેમીએ મોતના ઘાટ ઉતારી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં પ્રેમી પંખીડાની નિવસ્ત્ર લાશ ઘરમાં પડી હતી. હત્યા કરીને હત્યારો ફરાર થઇ ગયો હતો. જોકે બાદમાં તેને અફસોસ થતા પોલીસ સમક્ષ હાજર થઇ ગુનાની કબૂલાત કરી લીધી હતી.

  • અંકલેશ્વરના સારંગપુરમાં પ્રણય ત્રિકોણનો કરૂણ અંજામ: એક પ્રેમીએ પ્રેમિકા અને બીજા પ્રેમીની હત્યા કરી નાંખી
  • અનિતા વસાવા સાથે લીવઈનમાં રહેતા રોહન વસાવાએ તેને બીજા પ્રેમી હિતેશ સાથે કઢંગી હાલતમાં જોઈ જતા હત્યાને અંજામ આપ્યો

અંકલેશ્વરના સારંગપુર ગામે ૨૪મી ફેબ્રુઆરીએ સાંજે આંબોલી ગામની ડીવોર્સી મહિલા અનિતા રાજનભાઈ વસાવા (ઉ.વ.૨૮) ઝઘડિયાના રાણીપુરા ગામના પ્રેમી હિતેશ સોમાભાઈ વસાવા સાથે ઘરમાં હતી. ત્યારે રાણીપુરા ગામનો અનિતાનો બીજો પ્રેમી રોહન પ્રહલાદ વસાવા આવી ગયો હતો. રોહન પ્રેમિકા અનિતાને તેના બીજા પ્રેમી સાથે કઢંગી હાલતમાં જાઈને ઉશ્કેરાઈ ગયો હતો અને તેની સાથે લાવેલા છરાથી અનિતા અને હિતેશ ઉપર જીવલેણ હુમલો કરી દીધો હતો. હિતેશને ગુપ્તાંગના ભાગે છરાથી ઘા કરી હત્યા કરી નાંખી હતી. અનિતાને પણ છરાથી ઘા કરી મોતના ઘાટ ઉતારી દીધી હતી.

આ ઘટનામાં બે સંતાનની માતાને બે અલગ-અલગ પ્રેમી સાથે સંબંધ રાખવો ભારે પડ્યો છે. છૂટાછેડા થયા બાદ અનિતા વસાવા પ્રેમી રોહન વસાવા સાથે લીવઈનમાં રહેતી હતી. રોહન સાથે ઝઘડો થતા અનિતાએ તેને ઘરની બહાર કાઢી મુક્યો હતો. રોહન ઘરે ન હોવાથી અનિતાએ તેના બીજા પ્રેમી હિતેશને મળવા બોલાવ્યો હતો. ત્યારે વહેલી સવારે અચાનક ઘરે આવેલા રોહન વ,ાવાએ અનિતા અને હિતેશ વસાવાને કઢંગી હાલતમાં પકડી પાડ્યા હતા. રોહને છરાના ઉપરા છાપરી ઘ ઝંકી બન્નેની હત્યા કરી નાંખી હતી. હત્યા કર્યા બાદ રોહન રાણીપુરા ગામે પહોંચી ગયો હતો. જોકે, અફસોસ થતા પોલીસ મથકે સરન્ડર કરીને હત્યાની કબુલાત કરી હતી. પોલીસે ઘટનાની જીણવટભરી તપાસ કર્યા બાદ હત્યાને અંજામ આપનાર રોહન વસાવાની ધરપકડ કરી બંને મૃતદેહોનું પીએમ કરાવ્યું હતું.

હત્યાનો ભોગ બનનાન અનિતાને બે પુરોષો સાથે પ્રેમ સબંધ રાખવાનું ભારે પડયું
FIRમાં જણાવેલી વિગતો મુજબ મોતને ભેટેલી અનીતા વસાવાના પહેલા રાજપીપળામાં મનોજ પરમાર સાથે લગ્ન થતા માત્ર ત્રણ વર્ષમાં છૂટાછેડા થઇ ગયા હતા. ત્યારબાદ તે રાણીપુરાના રોહન વસાવા સાથે સાથે પ્રેમ સંબંધ બાંધીને સારંગપુરમાં રૂમ રાખીને લીવઈન રીલેશનશીપમાં રહેતી હતી. ત્યારબાદ શનિવારે રોહન વસાવા અને અનીતા વસાવા સાથે બોલાચાલી થતા રોહન વસાવાને કાઢી મુક્યો હતો. જો કે રાણીપુરાનો બીજો પ્રેમી હિતેશ સોમાભાઈ વસાવા સાથે અનીતાના પ્રેમ સંબંધ હતા. શનિવારે રોહન ઘરે ન હોવાથી અનિતાએ હિતેશને મળવા બોલાવ્યો હતો અને અચાનક રોહન આવી પહોંચતા બન્ને હત્યા કરી નાંખી હતી.

Most Popular

To Top