અંકલેશ્વર,ભરૂચ : અંકલેશ્વરની (Ankleshwar)વાલિયા ચોકડી ઉપર આવેલા ઝોડીઆક કોમ્પ્લેક્ષમાં આવેલી હરિ ગારમેન્ટનો (Hari Garment) માલિક બ્રાન્ડેડ (Branded) લેવીસ કંપનીના ડુપ્લિકેટ (Duplicate) કપડાં (clothes) વેંચતા હોવાની માહિતી મળતાં રેડ પાડવામાં આવી હતી. મુંબઈના દાદર ખાતે રહેતાં એક્ઝિક્યુટિવ મેહુલ ધોલે લેવીસ કંપનીના ટ્રેડમાર્ક પ્રોટેક્શન તેમજ કોપી રાઈટ અંગેનું કામ કરે છે. તેઓએ પોતાની કંપનીના અન્ય સ્ટાફ અને અંકલેશ્વર શહેર પોલીસને (Police)સાથે રાખી હરિ ગારમેન્ટ કંપનીમાં તપાસ કરાવી હતી.
૨.૭૮ લાખના કપડાં કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી
દુકાનમાંથી લેવીસ કંપનીના ડુપ્લિકેટ ૧૪૭ જીન્સ, ૩૨ શર્ટ અને ૧૫ ટી શર્ટ મળી કુલ ૨૪૫ કપડાં મળતા વેપારી ધર્મેશ ચૌહાણની ટ્રેડમાર્ક અને કોપી રાઈટના ભંગ બદલ ધરપકડ કરાઈ હતી. આ વેપારી ડુપ્લિકેટ લોગો લગાવી તે બ્રાન્ડનું જીન્સ રૂપિયા ૧૪૦૦માં જ્યારે ટ્રેક, ટી શર્ટ અને શર્ટ રૂ.૮૦૦થી ૬૦૦માં વેચાણ કરતો હતો. પોલીસે ડુપ્લિકેટ લોગો વાળા રૂપિયા ૨.૭૮ લાખના કપડાં કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.મુંબઈની લીવાઇઝ કંપનીના એક્ઝિક્યુટિવ અને અંકલેશ્વર શહેર પોલીસે હરિ ગારમેન્ટની દુકાનમાંથી લીવાઇઝ કંપનીનો ટ્રેડમાર્ક યુઝ કરીને બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ કપડાં વેચી ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા વેપારીને ઝડપી લીધો છે. પોલીસે તેની પાસેથી રૂ. 2.78 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને કોપી રાઇટ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વેપારી પાસેથી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ 245 કપડા કબ્જે કર્યા
અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક ઝોડીઆક કોમ્પ્લેક્ષમાં હરિ ગારમેન્ટ નામની કપડાંની દુકાન આવેલી છે. આ દુકાનનો માલિક ધર્મેશ ખીમજીભાઈ ચૌહાણ લીવાઇઝ બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ કપડાં વેચતો હોવાની માહિતી કંપનીના સંચાલકોને મળી હતી. મુંબઈના દાદર ખાતે રહેતા એક્ઝિક્યુટિવ મેહુલ ધોલે લીવાઇઝ કંપનીના ટ્રેડમાર્ક પ્રોટેક્શન તેમજ કોપી રાઈટ અંગેનું કામ કરે છે. તેમણે પોતાની કંપનીના અન્ય સ્ટાફ અને અંકલેશ્વર શહેર પોલીસને સાથે રાખી હરિ ગારમેન્ટ કંપનીમાં તપાસ કરાવી હતી. આ તપાસ દરમિયાન દુકાનમાંથી લીવાઇઝ કંપનીના ડુપ્લિકેટ 147 જીન્સ, 32 શર્ટ અને 15 ટી શર્ટ મળી કુલ 245 કપડાં મળી આવ્યા હતા. આ કપડા કંપનીના બ્રાન્ડ નેમનો ઉપયોગ કરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરીને વેચવામાં આવી રહ્યાં હતાં.
પોલીસે કોપી રાઈટ્સ એક્ટ 1957ની કલમ મુજબ ગુનો નોંધ્યો
આ મામલે અંકલેશ્વર શહેર પોલીસ મથકે મુંબઈ લીવાઇઝ કંપનીના એક્ઝિક્યુટિવ મેહુલ ધોલેએ વેપારી ધર્મેશ ચૌહાણ સામે ટ્રેડમાર્ક અને કોપી રાઈટના ભંગ બદલ કંપનીનો ડુપ્લિકેટ લોગો લગાડી કપડાં વેચવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ડુપ્લિકેટ લોગો વાળા રૂપિયા 2.78 લાખના કપડાં કબ્જે કરી કોપી રાઇટ્સ એક્ટની 1957ની કલમ 51, 63 અને 64 મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.