અંકલેશ્વર GIDCની અભિલાષા ફાર્મામાં રિએક્ટરમાં બ્લાસ્ટ, 5 કામદાર દાઝ્યા, બેનાં મોત

અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર જીઆઈડીસી (GIDC) ની અભિલાષા ફાર્મા કંપનીમાં રિએક્ટરનું ઢાંકણ ખોલતી વેળા જોરદાર સ્પાર્ક થતાં ૫ કામદાર ગંભીર રીતે દાઝી ગયા હતા. દાઝી ગયેલા કામદારોને તાબડતોબ ખાનગી હોસ્પિટલમાં ખસેડાતાં ૨ કામદાર (Worker) ટૂંકી સારવાર બાદ મોતને ભેટ્યા હતા. જ્યારે ૩ કામદારની હાલ સારવાર (Treatment) ચાલી રહી છે.

  • અંકલેશ્વર GIDCની અભિલાષા ફાર્મામાં રિએક્ટરમાં બ્લાસ્ટ
  • રિએક્ટરમાં આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ નાંખ્યા બાદ ઉપરના ભાગેથી ઢાંકણ ખોલતાં સ્પાર્ક થવાના કારણે આગ લાગી
  • રિએક્ટરનું ઢાંકણ ખોલતી વેળા જોરદાર સ્પાર્ક થયો, સેફ્ટી વિભાગ અને GIDC પોલીસની કાર્યવાહી
  • ત્રણ કામદાર હાલ પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે

અંકલેશ્વર GIDCમાં આવેલ અભિલાષા ફાર્મા કંપની રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. એ દરમિયાન કંપનીના રિએક્ટરમાં આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ નાંખ્યા બાદ ઉપરના ભાગેથી ઢાંકણ ખોલતાં સ્પાર્ક થવાના કારણે આગ લાગી હતી. જેમાં નજીકમાં કામ કરતા સુંદરસિંહ ઇન્દ્રવન સિંગ, ગોપાલ સુદામ, રઘુનાથ બુદ્ધિ સંકેત, હરિઓમ ઉપાધ્યાય અને રામદિન મંડલ ગંભીર રીતે દાઝી જતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં સુંદરસિંહ ઇન્દ્રવન સિંગ અને હરિઓમ ઉપાધ્યાયનું કરુણ મોત થયું હતું. જ્યારે વધુ ત્રણ કામદાર હાલ પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. તેવામાં કંપનીમાં સેફ્ટી બાબતે સવાલો ઊભા થયા હતા. જેના પગલે ઘટનાની જાણ ભરૂચ સેફ્ટી વિભાગ અને GIDC પોલીસને થતાં અભિલાષા ફાર્મા વિરુદ્ધ પગલાં ભરવાની કવાયત હાથ ધરી છે.

Most Popular

To Top