Dakshin Gujarat

અંકલેશ્વરનો નરાધમ પિતા એક વર્ષથી 14 વર્ષની પોતાની જ સગી પુત્રી સાથે કરતો હતો આવું કામ

અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર તાલુકામાં નરાધમ આધેડ પિતા (Father) જ છેલ્લા એક વર્ષથી ચૌદ વર્ષની સગીર પુત્રી ઉપર બળાત્કાર (Rape) ગુજારતો હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. પિતાનો અત્યાચાર સહન નહીં થતાં અંતે તેણે મોટી બહેનને જાણ કરતાં સંબંધીઓ મારફત મામલો પોલીસ સ્ટેશનમાં (Police Station) પહોંચ્યો છે.

  • અંકલેશ્વરનો નરાધમ પિતા એક વર્ષથી 14 વર્ષની પુત્રી સાથે શરીર સંબંધ બાંધતો હતો
  • બંને પત્નીના મોત થઇ ગયા તો સગી દીકરી ઉપર નજર બગાડી
  • સગીરાએ મામીને જાણ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો

આ ધૃણાસ્પદ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, અંકલેશ્વર તાલુકામાં રહેતા એક નરાધમ પિતા દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આ નરાધમના લગ્ન થયા બાદ તેની પ્રથમ પત્નીની હાજરીમાં જ તે અન્ય એક મહિલાને લઇ આવ્યો હતો અને તેને પત્ની તરીકે રાખતો હતો. જેથી પહેલી પત્ની પતિને છોડીને પુત્રી સાથે પિયર રહેવા ચાલી ગઇ હતી. જો કે, ત્યાર બાદ પિયરમાં જ તેનું અવસાન થયું હતું. ત્યારબાદ આ નરાધમ બીજી પત્ની થકી એક પુત્ર અને બે પુત્રી ના પિતા બન્યો હતો.

દરમિયાન બીજી પત્નીનું પણ અવસાન થઇ જતાં છેલ્લા એક વર્ષથી તેણે તેની 14 વર્ષની પુત્રી સાથે શરીર સંબંધ બાંધવાનું ચાલુ કહ્યું હતું. જો કોઇને કહેશે તો મારી નાંખવાની ધમકી આપી તે સગી પુત્રી ઉપર દુષ્કર્મ આચરતો હતો. જો કે પિતાની હેવાનિયતથી કંટાળી ગયેલી સગીરાએ સમગ્ર હકીકત તેણે ભાઇને કહી હતી ત્યાર બાદ બંનેએ આ વાત મામીને કહતે તેઓ ડઘાઇ ગયા હતાં. પિતાની જ હેવાનિયતનો ભોગ બનનારની મોટી બહેનની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી નરાધમ પિતાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

મહુવા તાલુકાના અલગટ ગામની પરિણીતા ભેદી સંજોગામાં ગુમ
અનાવલ : મહુવા તાલુકાના અલગટ ગામે આવેલા બાવળી ફળિયા મુકામે રહેતા ધર્મેશ અરવિંદભાઈ પટેલના પત્ની સંગીતાબેન 10મી માર્ચના રોજ બારડોલી તાલુકાના સાકરી મંદિરે જવાના હોવાથી તેમને તેઓ ભગવાનપુરા બસ સ્ટેન્ડ મુકામે મૂકી આવ્યા હતા. ત્યારબાદ તેમની પત્ની ઘરે પરત ન આવતા તેમણે અનેક શોધખોળ હાથ ધરી હતી છતાં પણ તેની કોઇ ભાળ નહીં મળતા રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી પોતાની પત્ની બાબતે પતિ ધર્મેશ પટેલ દ્વારા મહુવા પોલીસને જાણ કરતા મહુવા પોલીસે ગુમ જાણવા જોગ દાખલ કરી ગુમ પરણીતાની શોધખોળ હાથ ધરી હતી.

Most Popular

To Top