અંકલેશ્વરના લોઢણ ફળિયા વિસ્તારમાં 10થી વધુ મકાનોમાં વરસાદથી ઘરોમાં ઝરણાંં ફૂટી રહ્યા છે. લોઢણ ફળિયાને અડીને સરકારી અનાજના ગોડાઉન તેમજ જિલ્લા પંચાયત વિભાગના માર્ગ અને મકાન વિભાગની કચેરી તેમજ બી.આર.સી. ભવન આવેલ છે. જ્યાં વરસાદની સિઝન દરમિયાન સંરક્ષણ દીવાલને લઇ પાણી ભરાવો થઈ જાય છે.
પાણી ક્યારેક ઢીંચણ સુધી તો ક્યારેક 1 ફૂટ પાણી ઘરમાંથી નીકળી ભરાવો થઇ રહ્યો છે. છૂટક મજૂરી કરી આવતા શ્રમજીવી પરિવાર ચોમાસા દરમિયાન ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની રહ્યું છે. ઘરનો સામાન રોજેરોજ ઉપર ચઢાવવો તેમજ રહેવાની પણ સમસ્યા સર્જાઈ રહી છે. અગાઉ આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ થાય તેવી કાંસ હતી. જેના પર પુરાણ થવાની સાથે સાથે કેટલાક સ્થળે તેના પર બાંધકામ થઇ જતાં ઘરોમાં ઝરણરૂપે ફૂટી નીકળી રહ્યા છે.