National

નસરુલ્લા અને તેનાં મિત્રો સાથે બુરખો પહેરી ડિનર કરતી હોય તેવો અંજુનો વીડિયો વાઈરલ

નવી દિલ્હી: પબજી (PubG) ગેમ લવ સ્ટોરી બાદ હવે ફેસબુક (Facebook) ફ્રેન્ડ લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર છવાઇ રહી છે. ઓનલાઇન ફ્રેન્ડને મળવા પોતાના પતિ અને બે બાળકોને છોડી અંજુ પાકિસ્તાન (Pakistan) પહોંચી હતી. આ વિશે અંજુએ જણાવ્યુ હતુ કે તે લીગલ ફોર્મેટથી પાકિસ્તાન ગઇ છે, અને તે માત્ર ફરવા માટે ગઇ છે. આ કેસમાં રોજે રોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે ત્યારે હવે અંજુનો એક વીડિયો (Video) સામે આવ્યો છે જેમાં તે બુરખામાં ડિનર (Dinner) કરતી જોવા મળી રહી છે.

શેર કરેલા વીડિયોમાં અંજુ નસરુલ્લાની બાજુમાં બુરખામાં બેઠી છે. નસરુલ્લા ઉપરાંત તેના ઘણાં મિત્રો પણ વીડિયોમાં જોઈ શકાય છે. ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુ હવે ફાતિમા બની ગઈ છે. તેણે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને નસરુલ્લા સાથે લગ્ન કર્યા છે. તેઓના લગ્ન થયા હોય તે વાતનો સ્વીકાર નસરુલ્લાએ કર્યો નથી. પરંતુ તેઓએ નિકાહ કર્યા હોય તેનું કરાર નામું સોશિયલ મીડિયા પર વાઈરલ થયું હતું આ ઉપરાંત સોશિયલ મીડિયા પર તેઓના પ્રી વેડિંગ શૂટનો એક વીડિયો પણ વાઈરલ થયો હતો.

જાણો શું છે ઘટના
34 વર્ષીય અંજુ તેના પતિ અરવિંદ અને બાળકો સાથે રાજસ્થાનના અલવરમાં રહેતી હતી. દરમિયાન વર્ષ 2019માં તેની ફેસબુક પર પાકિસ્તાનના 29 વર્ષીય નસરુલ્લા સાથે મિત્રતા થઈ. અને તેને મળવા માટે અંજુ માન્ય દસ્તાવેજો સાથે 21 જુલાઈના રોજ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અપર ડીર જિલ્લામાં પહોંચી હતી.

અંજુના પિતાએ આપી આવી પ્રતિક્રિયા
નસરુલ્લા સાથે નિકાહ કર્યાના પુરાવા સામે આવ્યાં પછી અંજુના પિતા તરફથી પણ એક નિવેદન સામે આવ્યું છે જેમાં તેનાં પિતાએ જણાવ્યું કે અમારા તરફથી અંજુને કોઈ પણ જાતનું દબાણ નથી તેમજ તેણે જે પણ પગલા ભર્યા છે તે તેણે પોતાની મરજીથી અને અમને પૂછયા વગર ભર્યા છે તેમણે કહ્યું તેના મગજમાં શું ચાલી રહ્યું છે કોઈને આ અંગેની જાણ નથી તેમજ તેના આગામી પગલા પણ શું હશે તે અંગેની કોઈ જાણ નથી.

તેનાં પિતાએ કહ્યું ન તો અંજુને પાકિસ્તાન મોકલવા માટે દબાણ હતું અને ન તો તેને તેને પરત લાવવા દબાણ છે. તેઓ અંજુ સાથે વાત પણ કરવા માંગતા નથી. સાથે જ તેઓ સરકારને પણ અંજુને પરત લાવવા માટે અપીલ નહીં કરે તેવું જણાવ્યું હતું.. તેમણે કહ્યું તેને ત્યાં જ મરવા દો.

Most Popular

To Top