નવી દિલ્હી: દિલ્હીના (Delhi) સુલતાનપુરીમાં થયેલા માર્ગ અકસ્માતમાં (Accident) એક નવો ખુલાસો થયો છે. આ કેસમાં એક બાદ એક નવા ખુલાસાઓ થતા જાય છે. પોલીસને હવે નવા સીસીટીવી મળી આવ્યા છે જેમાં અંજલિ એકલી સ્કૂટી નથી ચલાવતી જોવા મળી રહી છે. અંજલિની સાથે તેની બહેનપણી (Friend) પણ સ્કૂટી ચલાવતી જોવા મળી રહી છે એટલું જ નહીં અકસ્માતના (Accident) સમયે પણ તેની ફ્રેન્ડ તેની સાથે જ હતી. અને તેને નાની મોટી ઈજાઓ થઈ હતી, કહેવામાં આવી રહ્યું છે અકસ્માત થયા બાદ તે ત્યાંથી ભાગી ગઈ હતી.
દિલ્હીના કાંઝાવાલા અકસ્માત કેસની તપાસ કરી રહેલી પોલીસે મૃતક અંજલિ સિંહની મિત્ર નિધિનું નિવેદન નોંધ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે સ્કૂટી અને કારની ટક્કર થઈ ત્યારે અંજલિ કાર તરફ પડી હતી. જ્યારે તેની મિત્ર સામેની સાઇડ પડી હતી. તેથી જ અકસ્માત દરમિયાન સહેલીને વધુ ઈજા થઈ ન હતી. અકસ્માત બાદ અંજલિની મિત્ર તેના ઘરે ભાગી ગઈ હતી.
બહેનપણીએ પોલીસને જણાવ્યું કે અકસ્માત બાદ તે ખૂબ જ ડરી ગઈ હતી, તેથી તેણે કોઈને કંઈ કહ્યું નહીં અને તેના ઘરે જતી રહી હતી. જ્યારે દિલ્હી પોલીસ આ મામલાની તપાસ કરી રહી હતી, ત્યારે તે હોટેલ પર પહોંચી હતી જ્યાંથી અંજલિ અકસ્માત પહેલા નીકળી હતી. પોલીસને હોટલમાંથી એક રજીસ્ટર મળ્યું, જેમાં મૃતક અંજલિના નામની સાથે તેની મિત્રનું નામ પણ લખેલું હતું. જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી તો સીડીઆરના લોકેશન અને સીસીટીવી ફૂટેજ પરથી સ્પષ્ટ થયું કે તે રાત્રે યુવતી સાથે તેની મિત્ર પણ હાજર હતી. આ પછી પોલીસે તેને પૂછપરછ માટે બોલાવી હતી.
મિત્ર તપાસમાં સહકાર આપી રહ્યો છે – પોલીસ
અંજલી ન્યૂ યર પાર્ટી બાદ રાત્રે 1.45 વાગ્યે હોટલમાંથી બહાર નીકળતી જોવા મળે છે. આટલું જ નહીં અંજલિ (Anjali) સાથે તેની બહેનપણી પણ જોવા મળે છે. ત્યારે અંજલિની ફ્રેન્ડ નિધિ સ્કૂટી ચલાવી રહી છે અને અંજલિ પાછળ બેઠી હતી. થોડા સમય બાદ અંજલિ કહે છે કે તે સ્કૂટી ચલાવશે. આ પછી તે આગળ સ્કૂટી ચલાવવા લાગે છે અને તેની ફ્રેન્ડ પાછળ બેસે છે. તેના થોડા સમય બાદ તેની સ્કૂટી આરોપીની કાર સાથે અથડાય છે. અકસ્માત દરમિયાન અન્ય યુવતીને સામાન્ય ઈજાઓ થતાં તે પોતાના ઘરે જતી રહી હતી. પરંતુ અંજલિનો પગ કારની એક્સેલમાં ફસાઈ ગયો, ત્યારબાદ કારમાં બેઠેલા આરોપીઓ અંજલિને 13 કિમી સુધી ખેંચી ગયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર મૃતકની મિત્ર તપાસમાં સહકાર આપી રહી છે. તેણે પોલીસને જણાવ્યું કે તે રાત્રે શું થયું હતું. અંજલિની ફ્રેન્ડના કહેવા પ્રમાણે, તેઓ એકસાથે હોટલમાં હાજર હતા. જ્યારે કાર ટકરાઈ ત્યારે તે ડરી ગઈ, જેના કારણે તેણે કોઈને કંઈ કહ્યું નહીં. મૃતકની મિત્રએ જણાવ્યું કે અકસ્માતમાં કાર સવારોની ભૂલ હતી. જ્યારે આરોપીઓએ પોલીસને નિવેદન આપ્યું છે કે સ્કૂટી રોડ પર લહેરાતી ચાલી રહી હતી, જેના કારણે ટક્કર થઈ હતી.
પીડિતાની લાશ કાંઝાવાલામાં મળી આવી હતી
નવા વર્ષ પહેલા દિલ્હીના કાંઝાવાલામાં એક યુવતીની નગ્ન લાશ મળી આવી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો શરીરના ઘણા ભાગો કપાયેલા હતા. પોલીસે તપાસ કરી તો પોલીસને ઘટનાસ્થળેથી થોડે દૂર એક સ્કૂટી પણ પડી હતી, સ્કૂટી જેઈને લાગી રહ્યું હતું કે આ સ્કૂટીનો અકસ્માત થયો છે. સ્કૂટીના નંબરના આધારે યુવતીની ઓળખ ટ્રેસ કરવામાં આવી હતી. બાદમાં પોલીસે તપાસ બાદ કાર કબજે કરી હતી અને 1 જાન્યુઆરીની મોડી સાંજ સુધી તમામ 5 આરોપીઓની ધરપકડ કરી હતી.
પોલીસનો દાવો છે કે કારમાં સવાર 5 યુવકોએ એક યુવતીને ટક્કર મારી, પછી તેને રસ્તા પર 4 કિમી સુધી ખેંચી લીધી, જેના કારણે તેનું મોત થયું. જોકે, બાદમાં પોલીસે જણાવ્યું કે આરોપી પીડિતાને કારમાં 13 કિમી સુધી ઘસડી ગયા હતા. પોલીસે જણાવ્યું કે પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું કે તેઓ નશામાં હતા, આવી સ્થિતિમાં તેમને ખબર ન હતી કે અકસ્માત બાદ યુવતી તેમની કારમાં ફસાઈ ગઈ હતી. આટલું જ નહીં, આરોપીઓએ જણાવ્યું કે જ્યારે તેમને ખબર પડી કે યુવતીનો મૃતદેહ કારમાં ફસાઈ ગયો છે તો તેઓ તેને છોડીને ભાગી ગયા હતા. પોલીસની આ થિયરી પર સવાલો ઉઠી રહ્યા છે. મૃતક યુવતીના પરિવારજનોએ પણ પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા છે. તેણે આ ઘટનાની તુલના દિલ્હીના નિર્ભયા કેસ સાથે કરી છે.
અંજલિ ઘરમાં એકમાત્ર કમાનાર હતી
મૃતકની માતાએ જણાવ્યું કે મારી બંને કિડની ખરાબ છે. ઘરની જવાબદારીઓ દીકરી પર જ હતી. ઘરમાં કમાનાર બીજું કોઈ નથી. હું અહીં ઘરે રહું છું. સાસરીમાં તૂટેલું ઘર છે. રાત્રે 10 વાગ્યા બાદ પુત્રીનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. તેણે પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું- જો કંઈ ખોટું ન થયું હોત તો દીકરી આવી હાલતમાં ન મળી હોત. રસ્તા પર ખેંચાવાને કારણે કપડાં ફાટી ગયા હોત પણ પુત્રી સંપૂર્ણપણે નગ્ન મળી આવી છે. તેના શરીર પર કપડું નહોતું. દીકરી પર બળાત્કાર ગુજાર્યો, પછી હત્યા કરી રસ્તા પર ફેંકી દીધી. જેથી તે અકસ્માત જેવું લાગે. પરિવારે ન્યાયિક તપાસની માંગ કરી છે.