Charchapatra

ક્રોધ કુદરતી આવેગ

દરેક માનવીમાં ક્રોધ  કુદરતી આવેગ છે. ક્રોધ ક્યારે, કોના ઉપર, શા  માટે કરવો જોઈએ તેની સમજણ હોવી ખૂબ જરૂરી. વ્યવહારમાં શેઠ નોકર ઉપર, ઉપરી અમલદાર હાથ નીચેના કર્મચારી ઉપર, પોલીસ અમલદાર ગુનેગાર અને કાયદાનો ભંગ કરનાર ઉપર. જો કે કામ લેવા માટે ક્રોધ જરૂરી, પણ ક્રોધમાં મીઠાશ હોય તો સોનામાં સુગંધ ભળી જાય. હવે બીજા પ્રકારના ક્રોધની વાત કરીએ  તો, દરેકની નજરે કોઈના ઉપર ખોટી રીતે અત્યાચાર ગુજારવામાં આવતો હોવાનું કે બિનજરૂરી હેરાન કરતાં હોવાનું ધ્યાને આવે ત્યારે જે ક્રોધ ઉત્પન્ન થાય તે ખરો ક્રોધ કહેવાય કેમ કે આનાથી કોઇનો જાન જોખમમાં હોય તો બચી જાય પણ આવા ક્રોધ કરનાર કોક વિરલા જ હોય. શાળામાં શિક્ષક બાળકો ઉપર ગુસ્સો કરે તે બાળકના હિતમાં હોય, કેટલાક કિસ્સાઓમાં શિક્ષકો દ્વારા બાળકોને બેરેહમી રીતે માર મારે એવો ક્રોધ કે ગુસ્સા કરનારને માફ ન કરી શકાય.

ઘરેલુ કિસ્સામાં ક્રોધ કે વધુ પડતો ગુસ્સો કરવાને કારણે તેનો  ભોગ બનનારે જીવનનો અંત લાવી દીધેલ છે તેવા કિસ્સાઓ રોજ અખબારમાં પ્રસિદ્ધ થતા જ રહે છે, ત્યારે હવે ક્રોધ ક્યારે લાભદાયી અને બિનલાભદાયી થઈ શકે તે સમજાઈ જાય તો જીવનમાં પ્રવેશ કરનારા ઘણા બધા પ્રશ્નનો હલ આવી જાય. અને અંતમાં ક્રોધ એ કુદરતી આવેગ જ છે ત્યારે કઈ રીતે કાબૂમાં રાખવો તે અંગે પ્રચાર પ્રસાર થાય, પણ જયારે ક્રોધનું આગમન જ થઇ જાય ત્યારે શું કરવું તે અંગેનો વૈજ્ઞાનિક  ઉકેલ હજુ સુધી શોધી શકાયો નથી. દરેક માનવી જાતે જ ક્રોધને કાબૂમાં રાખતાં શીખવું પડશે.
સુરત     – ચંદ્રકાન્ત રાણા  -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top