એક શિક્ષક, એક પોલીસ ઓફિસર, એક કલાર્ક વગેરે 59 કે 60 વરસનાં થાય એટલે જે કામ એમણે જિંદગીભર કર્યું હોય તે કામ કરવા માટે લાયક ન રહે, પરંતુ મનમોહન સરકારે રાજસ્થાન શેખાવટીના 86 વરસના બિમાર જાટ નેતાને જાટ વોટ બેન્કને ખુશ કરવાના ઇરાદાથી દેશના રેલવેમંત્રી બનાવ્યા હતા. એ ઉંમરે ભારતની રેલવે અને તેનો વિસ્તાર, ઇતિહાસ, ભૂગોળ કે વર્તમાન બાબતનું કશું જ્ઞાન એમને ન હતું. સરકાર, બેન્કો કે જાહેરક્ષેત્રના લોકોએ 60ની આસપાસ નિવૃત્ત થવું પડે છે અને મોટાભાગના 86 વર્ષની વયે ચિરવિદાય લઇ લે છે.
શિશરામની પણ એ જ સ્થિતિ હતી. રેલમંત્રી બન્યા તેના થોડા મહિનામાં એમણે પણ દુનિયામાંથી આખરી વિદાય લઇ લીધી વિચાર કરો કે ભારતનું રેલમંત્રાલય ચલાવવું તે કોઇ એક મધ્યમથી થોડા નાના દેશને ચલાવવા બરાબર છે. આ પદ પર મસમોટા રાજકારણીઓ આવી ગયા અને નિષ્ફળ થઇને જતાં રહ્યાં. ખાધુ, પીધું અને તારાજ કર્યું. અહીં સૌથી મોટો સવાલ એ છે કે નેતાઓની ઉંમર પર કોઇ ટોચ મર્યાદા શા માટે નહીં? એમણે તો ખૂબ મોટી અને તેજસ્વી દિમાગ માગી લે એવી જવાબદારીઓ નિભાવવાની હોય છે. 86 વરસનો વૃદ્ધ રેલવેને સારી રીતે ચલાવી શકે કે 43 વરસનો!
ભારતના નેતાઓ વ્યક્તિ-કેન્દ્રીય વહીવટ ચલાવે છે, દેશને કેન્દ્રમાં રાખીને ચલાવતા નથી. બધા વૃદ્ધો વહીવટીય કામકાજો માટે નકામા હોય છે એવું નથી, કોઇક મોરારજી દેસાઈ જેવા પણ હોય છે. એમણે શિસ્તમય આરોગ્યપ્રદ જીવન જીવીને પ્રજ્ઞા અને ચેતનાને જાળવી રાખ્યા હતા, પણ એમની વૃદ્ધાવસ્થાની મેઘા માટે માન ઉપજે એવું એમણે કર્યું નથી. વડાપ્રધાન બન્યા બાદ પાકિસ્તાનના અણુકાર્યક્રમો વિશે જાણકારી મેળવવા માટે જે વ્યવસ્થા ભારતે ગોઠવી હતી, તેની માહિતી પાકિસ્તાનને આપી દીધી હતી.
પાકિસ્તાને તેમાં સામેલ પાકિસ્તાનીઓને તુરંત મારી નાખ્યા અને મોરારજી દેસાઈને નિશાન-એ-પાકિસ્તાનનો ઇલકાબ આપ્યો. વૃદ્ધાવસ્થામાં માણસોમાં સેનેલિટી અર્થાત મુર્ખતાની અસર જાણવા માંડે છે. અમુક અપવાદ રૂપ રહે છે. જેઓ સિત્તેર વટાવે છે તેઓ જાણે છે કે તન-મનની શક્તિઓમાં, કંઇક કરી છૂટવાની તમન્નાઓમાં ઓટ આવવાની શરૂઆત થઇ જાય છે. આપણે ત્યાં જ નહીં. દુનિયાભરમાં નેતાઓની ઇચ્છાઓ, સત્તાવાસના સિત્તેર વરસ બાદ વધુ ભભૂકવા માંડે છે. તે માટે જરૂર પડે તો સિદ્ધાંતો શરમ બધું જતું કરે છે. અમેરિકાના 82 વરસના પ્રમુખ જો બાઈડેનનો દાખલો લો. ચૂંટણી પ્રચારમાં કહી રહ્યા હતા કે અદાલત દ્વારા કસુરવાર ઠરેલા પુત્રને એ માફી નહીં આપે.
પ્રમુખને માફી આપવાની સત્તા છે. પણ હારી ગયા અને પ્રમુખપદ માટે થોડા દિવસ બાકી રહ્યા એટલે પુત્રને માફ કરી દીધો. પોતાના કૃત્યને સદ્દભાવના ગણાવવામાં માટે બીજા સેંકડો ગુનેગારોને પણ માફ કર્યા. બાઈડેનના આ કામની દુનિયાભરમાં ખૂબ ઠેકડી ઊડાડવામાં આવી. આમને હજી બીજા ચાર વરસ પ્રમુખપદે રહેવું હતું. ભગવાન સિવાય મને બીજો કોઇ પણ ઉમેદવારીમાંથી દૂર કરી શકશે નહીં એવું બયાન આપનારે અમેરિકાના સદ્દનસીબે, જતું રહેવું પડ્યું. એવી ગાંઠ પાડી દીધી કે કમલા હેરિસ સિવાય અવેજીમાં બીજો કોઇ ઉમેદવાર ન બની શકે. આખરે દરેક રીતે સેનાઇલ વૃદ્ધે ડેમોક્રેટિક પક્ષની નૌકા ડૂબાડી દીધી.
સરકારમાં યુવાન અને વૃદ્ધ લોહીનું સંમિશ્રણ હોવું જોઇએ જેથી યુવાનોના ઉત્સાહ, શક્તિ અને વડીલોના અનુભવો અને સમજદારીઓનું યોગ્ય મિશ્રણ બનશે. પણ કોકટેલમાં આપણે ખૂબ પાકા કે સડી ગયેલાં ફળોનું મિશ્રણ કરતાં નથી એ જ રીતે વૃદ્ધોનું પણ સિલેકશન થવું જોઇએ. શીશરામ ઓલા જેવા વૃદ્ધ સરકાર અને દેશ માટે બોજારૂપ બને છે અને પ્રગતિને બદલે દેશને અધોગતિ તરફ લઇ જાય છે. \મનમોહન સિંહ સરકારના વિદેશમંત્રી એસ.એમ. ક્રિશ્નાને લગભગ 78 વરસની ઉંમરની આસપાસ સંયુકત રાષ્ટ્રસંઘમાં ભારતનું નિવેદન વાંચવાને બદલે પોર્ટુગલનું નિવેદન વાંચવા માંડ્યું હતું. ઘણું બધું વાંચી ગયા પછી ખ્યાલ આવ્યો કે કંઇક કાચું કપાઈ રહ્યું છે. વાંચતા અગાઉ એમણે ડ્રાફ્ટ એક વખત હોટેલની રૂમમાં વાંચી જવાની દરકાર પણ લીધી ન હતી. એવું નથી કે યુવાનો ભૂલ ન કરે. પણ ક્રિશ્નાની જે ભૂલ હતી તે વૃદ્ધાવસ્થામાં ઇચ્છાશક્તિના અભાવમાંથી જન્મેલી ભૂલ હતી.
અમેરિકામાં કે યુરોપમાં ઘણા નેતાઓ સમય આવે એટલે રિટાયર થઇ જાય છે. નરેન્દ્ર મોદીની માફક તેઓ તંદુરસ્તીની કાળજી રાખે છે. અત્યારે અમેરિકામાં સૌથી વયોવૃદ્ધ પ્રમુખોનો દૌર ચાલ્યો, 2014 થી 2028 સુધી તે તેના લોકશાહીય ઇતિહાસમાં સૌથી મોટી ઉંમરના અનુક્રમે એક અને બે (ડોનાલ્ડ ટ્રમ્પ) નેતાઓ છે. અન્યથા ત્યાં યુવાન નેતાઓ વધુ ચૂંટાયા છે. જીમ્મી કાર્ટરનો દાખલો લો.
આ સજ્જને પ્રમુખ બન્યા ત્યારે અમેરિકાની જનતાને કહ્યું હતું કે પોતે ક્યારેય જૂઠ નહીં બોલે અને છેક સુધી ક્યારેય જૂઠ ન બોલ્યા. અને પ્રમુખપદેથી લગભગ 57 વરસની ઉંમરે નિવૃત થયા. બાદની સરકારોની ઇચ્છાથી કોઇ મિશનોમાં કામ કર્યું. બાકીનો બધો સમય લોકસેવામાં ગાળ્યો. સેવાભાવી સંસ્થાઓ, બુઝુર્ગો માટે સુથારીકામ કરવા નિયમિત જતા. હમણા એકસો વરસ અને ત્રણ મહિનાની આયુષ્ય બોગવીને પ્રાણ છોડ્યા પણ કેન્સર થયું હતું એ બિમારી ફાળને બાદ કરતાં લોકો માટે નિસ્વાર્થભાવે શારીરિક અને માનસિક મહેનત કરી. એમના લાંબા આયુષ્યનું રહસ્ય પણ કદાચ એ જ હશે.
લોકોના કામ કરવા પર પ્રતિબંધ ન મૂકી શકાય. ઉલટાનાં એમને, યોગ્ય હોય તો કામ કરવા માટે ઉત્તેજન આપવું જોઈએ. છતાં મોટી ઉંમરે એમની શક્તિઓ અને ઇરાદાઓની સ્ક્રુટીની પણ થવી જોઈએ. દરેક રાજકારણી નેતાને સક્ષમ માની લેવાની ભૂલોનાં પરિણામો દેશે ભોગવવા પડે છે. માટે કોઇ સક્ષમ યંત્રણા, કસોટી વગેરેની વ્યવસ્થા ગોઠવવી જોઈએ જેના થકી વયોવૃદ્ધની ક્ષમતાનું મૂલ્યાંકન થઇ શકે. ભારતમાં માત્ર વોટબેન્કના આધાર મૂલ્યાંકન થાય છે. અમુક નેતાઓ સમય સાથે અપ્રાસંગિક બની જાય. છતાં રાજકારણ છોડતાં નથી. ભારતમાં વૃદ્ધોને ઊંચા હોદ્દાઓ માટે પસંદ કરવા માટે જ્ઞાતિ-જાતિઓનો પણ મોટો ફાળો છે અને તે માટે દોષની અધિકારી જનતા છે.
હવે આઝાદીના અમૃતકાળમાં રાહુલ ગાંધીએ જ્ઞાતિવાદનું નાડું પકડયું છે. જે બંધારણમાં જ્ઞાતિ-જાતિના ભેદભાવો ક્રમશ: દૂર કરવાનું માર્ગદર્શન અપાયું છે તે બંધારણની રખેવાળી કરવાનો લાલ આવૃત્તિ દર્શાવીને, ચિપિયો પછાડે છે. સારાંશ એ કે બધા યુવાનો પણ નેતા બનવાને લાયક હોતા નથી. સમયની તાવણીમાંથી એ અકબંધ પસાર થતા નથી. ભ્રષ્ટાચાર, સગાવાદ, આપખૂદશાહી અને ચમચાશાહીમાં ફસાયેલા રહે છે. આપણા દેશની લોકશાહીમાં પણ એક મહારાણી, એક રાજકુમાર અને એક રાજકુમારી છે. આ તે લોકશાહી કહેવાય કે પરિકથા?
આપણા નેતાઓ પોતાની સત્તર પેઢીનું ભલું કરતાં જાય છે. સત્તા પર હોય કે ન હોય, આપસી ગોઠવણના આધાર સુખચેન ભરી જિંદગી જીવે છે. યાદ છે? કોંગ્રેસ છેલ્લે સત્તા પર હતી ત્યારે અધિવેશન યોજાયું હતું તેમાં સેંકડો વૃદ્ધ મહેમાનોને 6હજાર રૂપિયાની કિંમતની એક થાળીના હિસાબે ભોજન પીરસાયું હતું! કેનેડાના એક દાર્શનિક લેખક માત્સોનાએ લખ્યું છે કે, ‘સાચો ભરવાડએ કહેવાય જે પોતે ભૂખ્યો હોય તો પણ પ્રથમ પોતાના પશુંઓનું પેટ ભરવાની વ્યવસ્થા કરે. અપવાદોને બાદ કરીએ તો વૃદ્ધોમાં એ વૃત્તિ ખાસ બચી હોતી નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.