અમરાવતી: આંધ્રપ્રદેશના વિજયવાડામાં શનિવારે વહેલી સવારે એક 40 વર્ષીય વ્યક્તિની નવી ઇલેક્ટ્રિક બાઇકની (Electric Bike) બેટરીનુ (Battery) બેડરૂમમાં વિસ્ફોટ થતાં તે વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ અંગે પોલીસે જણાવ્યું છે કે વ્યક્તિની પત્ની દાઝી ગઈ છે અને તેની હાલત ગંભીર છે. આ વિસ્ફોટ (Explosion) દરમિયાન દંપતીના બંને બાળકોના શ્વાસ રૂંધાયા હતા, પરંતુ તેમની હાલત સ્થિર છે. ત્રણ દિવસ પહેલા પણ તેલંગાણા રાજ્યના નિઝામાબાદમાં આવી જ એક ઘટના બની હતી જેમાં એક 80 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. તાજેતરના સમયમાં મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં પણ આવી જ ઘટનાઓ સામે આવી છે.
આંધ્રપ્રદેશમાં ઇલેક્ટ્રિક બાઇકના વિસ્ફોટમાં મૃતક કે. શિવકુમાર ડીટીપી વર્કર હતો અને તેણે શુક્રવારે જ ઇલેક્ટ્રિક બાઇક ખરીદી હતી. સૂર્યાઓપેટના પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું છે કે શિવકુમારે શુક્રવારની રાત્રે બાઇકની બેટરી ચાર્જિંગ માટે બેડરૂમમાં મૂકી હતી અને વહેલી સવારે જ્યારે બધા સૂતા હતા ત્યારે અચાનક જ તેમાં વિસ્ફોટ થયો. વિસ્ફોટના કારણે ઘરમાં આગ લાગી હતી. જેના કારણે એસી અને અન્ય કેટલીક વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.
આ વિસ્ફોટ દરમિયાન શિવકુમાર ઘાયલ થયો હતો, તેથી તેને હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યો હતો. પરંતુ શિવકુમારનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થયું. પોલીસે જણાવ્યા અનુસાર શિવકુમારની પત્ની પણ દાઝી ગયા હતા તેથી તેણે પણ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હાલમાં તેની હાલત ગંભીર છે. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને આ સંદર્ભે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
નવી ટાટા કારથી થશે પેટ્રોલ-ડીઝલની ઝંઝટ હલ, રોકાયા વગર દિલ્હીથી મનાલી પહોંચશે
ટાટા મોટર્સે ભારતમાં તેની તદ્દન નવી ઈલેક્ટ્રિક કાર Tata Curv EVને લોકો સમક્ષ રજૂ કરી દીધી છે. ઈલેક્ટ્રિક કારનો કોન્સેપ્ટ દેખાવમાં ખૂબ જ સુંદર છે. ઉપરાંત EVને કેબિનની દ્રષ્ટિએ પણ શાનદાર બનાવવામાં આવી છે. આ સાથે કારના આગળના ભાગમાં LED હેડલેમ્પ્સ આપવામાં આવ્યા છે. આ નવી ઈલેક્ટ્રિક કારને કૂપે સ્ટાઈલ પર બનાવવામાં આવી છે અને તે વર્તમાન SUV લાઇનઅપની સૌથી મોંઘી કાર બનવા જઈ છે. ટાટા મોટર્સ (TATA Motors) 2025 સુધીમાં 10 નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે, જેમાંથી એક Tata Curv ઇલેક્ટ્રિક છે. આ નવી ઈલેક્ટ્રિક કાર 400-500 કિમીની રેન્જ આપે છે. કારને એકવાર સંપૂર્ણ ચાર્જ કર્યા પછી આ ઇલેક્ટ્રિક કાર દિલ્હીથી મનાલી સુધીની સફર પૂર્ણ કરી શકે છે.
આ કારને AC અને DC બંને ચાર્જિંગ પોઈન્ટથી ચાર્જ કરી શકાય છે. જાણવી દઈએ ટાટા મોટર્સે 25 એપ્રિલે Tata Sierra Electric રજૂ કરી શકે છે. ટાટાનું કહેવું છે કે નવી ઈલેક્ટ્રિક કાર સાથે નવી ટેક્નોલોજીના પાવરટ્રેન આપવામાં આવશે. જે ઘણી ઝડપથી ચાર્જિંગ કરશે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ટાટાની અન્ય નવી કારોની જેમ Curv ઇલેક્ટ્રિકને પણ ગ્લોબલ NCAPમાં સુરક્ષા માટે 5-સ્ટાર રેટિંગ મળશે. આ અનુમાન એટલા માટે લગાવવામાં આવી રહ્યું છે કારણ કે ટાટા Curv સાથે કંપની ચોક્કસપણે શ્રેષ્ઠ સુરક્ષા સુવિધાઓ પ્રદાન કરવા જઈ રહી છે.