મુંબઈ(Mumbai): દેશના અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના (MukeshAmbani) પરિવારમાં વર્ષ 2024 નવી ખુશીઓ લઈને આવવાનું છે. મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્ન (AnantRadhikaWedding) કરવા જઈ રહ્યા છે. હજુ સુધી અંબાણી પરિવાર તરફથી આ અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.
જોકે, તાજેતરમાં IIT બોમ્બેમાં એક કાર્યક્રમ દરમિયાન આકાશ અંબાણીએ (AkashAmbani) અનંતના (AnantAmbani) લગ્ન અંગે સંકેત આપ્યો હતો. આકાશે કહ્યું હતું કે, વર્ષ 2024 પરિવાર માટે ખાસ રહેવાનું છે. કારણ કે અનંત અંબાણી આ વર્ષે લગ્ન કરવા જઈ રહ્યા છે. જોકે આ દરમિયાન તેણે લગ્નની તારીખ અંગે કોઈ માહિતી આપી ન હતી.
હવે જ્યારે અનંત અને રાધિકાના લગ્નનું કાર્ડ ઓનલાઈન સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઈન્વિટેશન કાર્ડ વાયરલ થઈ રહ્યું છે. આ કાર્ડમાં આપવામાં આવેલી માહિતી અનુસાર અનંત અને રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની માર્ચ 2024ના પહેલા સપ્તાહમાં શરૂ થશે. કાર્ડની સાથે મુકેશ અંબાણી અને નીતા અંબાણીની હસ્તલિખિત નોટ પણ છે. કાર્ડમાં આપેલી માહિતી મુજબ તેઓએ ગુજરાતના જામનગર શહેરને અનંતના લગ્ન સ્થળ તરીકે પસંદ કર્યું છે.
જણાવી દઈએ કે 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન હલ્દી, મહેંદી અને સંગીત જેવા અનેક ફંક્શનનોનું આયોજન કરાયું છે. સોશિયલ મીડિયા પર પ્રી-વેડિંગ કાર્ડની તસવીરો પણ જોવા મળી રહી છે. કાર્ડમાં મુકેશ અને નીતા અંબાણીએ હાથથી લખેલો છે. આ વેડિંગ કાર્ડમાં પ્રી-વેડિંગ ફંક્શન ક્યાં થશે તે પણ લખેલું છે.
રાધિકા અને અનંતની સગાઈ એન્ટિલિયામાં થઈ હતી
અગાઉ રાધિકા અને અનંત અંબાણીની સગાઈ એન્ટિલિયામાં થઈ હતી. આ સમયગાળા દરમિયાન એન્ટિલિયામાં ગુજરાતી પરંપરા મુજબ ગોલ ધન અને ચુનરી વિધિ કરવામાં આવી હતી. છેલ્લાં સેંકડો વર્ષોથી ગુજરાતી હિંદુ પરિવારોમાં આ વિધિઓ ચાલી રહી છે. આ દરમિયાન અંબાણી પરિવાર દ્વારા સરપ્રાઈઝ ડાન્સ પરફોર્મન્સ પણ આપવામાં આવ્યું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બંનેનો રોકા સમારોહ 29 ડિસેમ્બર 2022ના રોજ રાજસ્થાનના નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં થયો હતો. આ પછી અનંત અને રાધિકાએ ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ લીધા અને ગણેશની પૂજા પણ કરી.