આણંદ : આણંદ કૃષિ મહાવિદ્યાલય -વ- કૃષિ પોલિટેકનીક, આ.કૃ.યુ.,વસોના રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બીજા અને ચોથા સત્રના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેઓએ કેમ્પસના રસ્તાઓ, હોસ્ટેલો અને કોલેજની આજુબાજુના પરીસરની સફાઈ કરી હતી અને ત્યારબાદ વસો કોલેજના વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓ દ્વારા વસો કેમ્પસમાં જુદા જુદા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
જનમાનસમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધે તથા લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી 5મી જુન વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે.જે અતંર્ગત આણંદ કૃષિ મહાવિદ્યાલય -વ- કૃષિ પોલિટેકનીક, આ.કૃ.યુ.,વસોના રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એન. એસ. એસ. પ્રોગ્રામ અધિકારી પુષ્પા એસ. પરમારે વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી કેમ કરવામાં આવે છે અને તેના મહત્વ વિષેની માહિતી આપી હતી.
તેમજ વિદ્યાર્થીઓને વધુ વૃક્ષો વાવવા અંગે જાગૃત કર્યા હતા.આ કાર્યક્રમમાં કૃષિ મહાવિદ્યાલયના બીજા અને ચોથા સત્રના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં તેઓએ કેમ્પસના રસ્તાઓ, હોસ્ટેલોઅનેકોલેજની આજુબાજુના પરીસરની સફાઈ કરી હતી અને ત્યારબાદવસોકોલેજના વિદ્યાર્થીઓતથા કર્મચારીઓ દ્વારા વસો કેમ્પસમાં જુદા જુદા વૃક્ષોનું વૃક્ષારોપણકરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય અને યુનિટ વડા ડો. વી. પી. રામાણી અને એન. એસ. એસ. પ્રોગ્રામ અધિકારી પુષ્પા એસ. પરમાર દ્વારા કુલપતિ ડો. કે. બી. કથીરીયાનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.