આણંદ : આણંદમાં 21મીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 5 લાખ લોકો માનવતા માટે યોગા થીમ પર યોગાસન કરશે. જેમાં સ્વૈચ્છીક સેવાભાવી, ધાર્મિક સંસ્થાઓ ઉપરાંત જિલ્લાભરમાં શાળા, કોલેજ, આઈટીઆઈ, પોલીટેકનીક, યુનિવર્સિટી, પાલિકાની જાહેર જગ્યા, સોસાયટી સહિત રમત-ગમતના મેદાનો સહિતના વિવિધ સ્થળો પર અંદાજીત 5 લાખ લોકો જોડાશે. આણંદ કલેક્ટર મનોજ દક્ષિણીએ જણાવ્યું હતું કે, આ વરસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ `માનવતા માટે યોગા’ થીમ પર ઉજવણી કરવામાં આવશે. આણંદ જિલ્લામાં હાથ ધરાનારા યોગા દિવસની ઉજવણીમાં વિવિધ સ્વૈચ્છીક – સેવાભાવી અને ધાર્મિક સંસ્થાઓની સાથે જિલ્લાભરમાં શાળા, કોલેજ, આઈટીઆઈ., પોલિટેકનિક, યુનિવર્સિટી, નગરપાલિકાની જાહેર જગ્યાઓ, સોસાયટી સહિત રમત-ગમતના મેદાનો સહિતના વિવિધ સ્થળો ઉપરથી અંદાજિત પાંચ લાખ લોકો જોડાશે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત સમગ્ર ગુજરાતમાં 75 જેટલા આઈકોનિક સ્થળો પસંદ કરવામાં આવ્યા છે, જે પૈકી કરમસદ ખાતે આવેલા સરદાર પટેલ મેમોરીયલની પણ આઈકોનિક સ્થળ તરીકે પસંદગી કરવામાં આવી છે. જયાં યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવશે. આણંદ જિલ્લાવાસીઓને વિશ્વ યોગ દિવસની આ ઉજવણીમાં જોડાઈને ‘‘માનવતા માટે યોગ’’ની થીમને સાચા અર્થમાં સાર્થક બનાવવા આહવાન કર્યું હતુ. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના, જિલ્લા રમત ગમત અધિકારી સહિત અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
દૈનિક જીવનમાં યોગને સામેલ કરો જેથી બીમારીથી દુર રહેશો
ખાનપુર | મહીસાગર જીલ્લાના લુણાવાડાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન સવારે 5-45થી 8 કલાક દરમિયાન કાર્યક્રમનું આયોજન કરાયું છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ત્રણ હજારથી વધુ લોકો યોગ દિવસના રોજ ભાગ લેશે. મહિસાગર કલેક્ટર ડો. મનિષકુમાર દ્વારા યોગ દિવસની જીલ્લા તથા તાલુકા કક્ષાએ ઉજવણીનાં આયોજન માટે વિગતવાર માર્ગદર્શન સૂચનાઓ આપવામાં આવ્યા હતા. તેમણે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, યુવા સંગઠનો, વિદ્યાર્થીઓ તથા જાહેર જનતા વધુને વધુ યોગ શિબિરમાં ભાગ લે અને યોગ સંબંધિત જાગરૂકતા વધુને વધુ લોકોમાં પ્રસરે તે દિશામાં કામગીરી અંગે આરોગ્યવિષયક લોક જાગૃતિ આવે તથા યોગ દ્વારા સ્વાસ્થ્ય સુધારા માટે લોકો પ્રવૃત થાય તે માટે જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા, શાળા, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, વગેરે આ આયોજનમાં સહભાગી બની 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં જોડાવવા માટે કલેક્ટરે દ્વારા જણાવવામાં આવ્યું હતું.