આણંદ: પેટલાદના નડિયાદ રોડ પર આવેલા જીઈબી પાસે મોડી રાતે તસ્કરોએ ગેસ કટરથી એટીએમ તોડી તેમાંથી 20. 22 લાખ રૂપિયાની રોકડ ચોરી ગયાં હતાં. બેફામ બનતી એટીએમ તોડ ટોળકીને પકડવી પોલીસ માટે પડકાર બની રહ્યો હતો. આ અંગે પેટલાદ પોલીસે ગુનો નોંધી તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી. આણંદ એલસીબી પોલીસને આ તપાસ માં સફળતા મળી છે અને ગુનેગારોને દબોચી લીધા છે. પેટલાદ શહેરના નડિયાદ રોડ પર જીઈબી પાસે આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમને ગુરૂવારની મોડી રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
તસ્કરોએ ગેસ કટરથી એટીએમ તોડી તેમાંથી રોકડની ચોરી કરી નાસી ગયાં હતાં. આ અંગે વ્હેલી સવારે પોલીસને જાણ થતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફુટેજ હાથ લાગ્યાં હતાં. પરંતુ તેમાં ખાસ કોઇ કડી મળી નહતી. બીજી તરફ બેંક સંચાલક દ્વારા એટીએમમાં નાણાં મુકનાર એજન્સીનો સંપર્ક કરી એટીએમની લેવડદેવડની એન્ટ્રી ક્રોસ ચેક કરતાં રૂ. 20,22,100 ની થઇ હોવાનું જાણવા મળ્યું હતું. હાલ આ અંગે મોડી સાંજ સુધી પોલીસે ડોગ સ્ક્વોર્ડ, એફએસએલની મદદથી પગેરૂ દબાવવાની કોશીષ કરી હતી. પરંતુ તેમાં ખાસ કોઇ સફળતા મળી નહોતી.
મહત્વનું છે કે પોલીસે એકત્ર કરેલ સીસીટીવી ફૂટેજ ને આધારે ચોરી ગુનામાં વપરાયેલ કાળા કલરની હ્યુન્ડાઇ ક્રેટા ગાડીની તપાસ હાથ ધરેલ જે આધારે ગાડી હરીયાણા ની હોવાનુ તપાસમાં જણાઇ આવ્યું હતું. જે આધારે એલ. સી. બી આણંદ ના સ્ટાફે હરીયાણા ખાતે જઇ સ્થાનીક સોર્સ તેમજ ટેકીનીકલ સ્કીલનો ઉપયોગ કરી ગુનામા વપરાયેલ ક્રેટા ગાડીને તેના માલીક સાથે હરીયાણાથી ઝડપી લાવી પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનમા સોંપ્યો છે. ગુનાગરોએ ઉપયોગમાં લીધેલ ક્રેટા ગાડીના માલીકની સઘન પુછપરછ કરી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવતા તેઓએ આ ગુનો કબુલ્યો હતો.
મહત્વનું છે કે મેવાતી ગેંગના આ આરોપીઓનો એમ. ઓ. એ. ટી. એમ. મશીન તોડી ચોરીઓ કરવાની ટેવવાળા છે પકડાયેલ મુખ્ય આરોપી હારીશ સન/ઓફ હાજરખાન હુરમતખાન મેવાત રહે. શિંગાર, મહોલ્લા ટન્ટ તા- પુનહાના જી. નુહ (મેવાત), હરીયાણા ઝડપાઈ ગયો છે. આ ગેંગના અન્ય સાથી આરોપીઓને ઝડપી પાડવા તપાસ પોલીસ દ્વારા વધુ તજવીજ તપાસ હાથ ધરવામાં આવી છે. એલસીબી પોલીસે આ કેસમાં એક કાળા કલરની હ્યુન્ડાઇ ક્રેટા ગાડી નં HR 966481 કિ. રૂ. 10,00,000 ( દશ લાખ) અને બે મોબાઇલ કિ. રૂ. 7000 કબ્જે લીધા છે. જે આધારે પણ તેના ફોન સંપર્ક અને આધારે આ ગેંગના અન્ય સાથી આરોપીઓને ઝડપી પાડવા તપાસ પોલીસ દ્વારા વધુ તજવીજ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં બોરસદ રૂરલ પો. સ. ઇ પી. બી જાદવ તથા આણંદ એલી. સી. બી. સ્ટાફે મહત્વની ભૂમિકા અદા કરી સફળતા મેળવી છે.