Madhya Gujarat

આણંદ-ખેડા જિલ્લામાં એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું

નડિયાદ : ખેડા જિલ્લામાં રવિવારના રોજ પાંચ પાલિકા અને આઠ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઇ હતી. વહેલી સવારથી જ મતદારોએ ભીડ લગાવી દીધી હતી. જોકે, કોવિડ ગાઇડ લાઇનના અમલ માટે શરૂઆતમાં કડક અમલ કરાયો હતો. પરંતુ જેમ જેમ દિવસ પસાર થતો ગયો તેમ તેમ નિયમ ઢીલા પડતા ગયા અને લોકોની ભીડ વધતી ગઇ હતી. બપોરના ત્રણ વાગ્યા સુધીમાં પાલિકામાં 45.91 અને પંચાયતમાં 57.26 ટકા મતદાન નોંધાયું હતું.

ખેડા જિલ્લાની નડિયાદ, કપડવંજ, કણજરી, કઠલાલ અને ઠાસરા પાલિકા તથા નડિયાદ, માતર, ખેડા, મહેમદાવાદ, મહુધા, ઠાસરા, વસો અને ગળતેશ્વર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી 28મીના રોજ યોજાઇ હતી. આ ચૂંટણીમાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. જિલ્લામાં ક્યાંય અનિચ્છનીય બનાવ બન્યાં નહતાં. જોકે, નવ જેટલા ઇવીએમમાં ખોટકાયા હતા. જેને કારણે બદલવા પડ્યાં હતાં.

આ ઉપરાંત કોવિડના નિયમોના પાલન માટે હેન્ડગ્લોજ, સેનેટાઇઝ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક મતદારનું ટેમ્પરેચર માપી બુથમાં જવા દેવામાં આવતાં હતાં. બાદમાં હેન્ડગ્લોજ આપી મતકુટીર સુધી જવા દીધા હતા. નમતી બપોર સુધી કોઇ અનિચ્છનીય બનાવ ન બનતા તંત્રએ રાહત અનુભવી હતી.

જોકે, નડિયાદ પાલિકાના કેટલાક વોર્ડમાં ટોળા એકત્ર થતાં તેમને વિખેરવા માટે પોલીસ સતત દોડતી રહી હતી. ચૂંટણી વિભાગના સૂત્રોએ જણાવ્યાનુસાર, ખેડા જિલ્લામાં બપોરના ત્રણ વાગ્યા સુધીમાં નડિયાદ પાલિકામાં 41.64, કપડવંજ પાલિકામાં 52.56, કણજરી પાલિકામાં 65.52, કઠલાલ પાલિકામાં 65.96 અને ઠાસરા પાલિકામાં 41.88  મળી કુલ 45.91 ટકા મતદાન નોંધાયું હતું. તેવી જ રીતે નડિયાદ તાલુકા પંચાયતમાં 52.85, માતરમાં 55.39, ખેડામાં 64.55, મહેમદાવાદમાં 58.21, મહુધામાં 60.09, ઠાસરામાં 60.35, વસોમાં 53.48, ગળતેશ્વરમાં 55.55 મળી સરેરાશ 57.26 મતદાન નોંધાયું હતું.

જિલ્લા પંચાયત આણંદનું ચાર કલાક સુધી નું મતદાન 51.30 ટકા થયું છે જેમાં નવાખલ -2 નું વોટિંગ સૌથી વધુ 66.26 ટકા અને ચિખોદરાનું વોટીંગ 34.57 સૌથી ઓછું નોંધાયું છે.

આજે કરમસદ નગરપાલિકાની વોર્ડ નંબર 1 ની એક સીટની પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં બપોરના ત્રણ કલાક સુધીનું મતદાન ૩૬.47% નોંધાયેલ છે જેમાં ૮૩ . 61% પુરુષ અને ૩૪. 14% સ્ત્રી મતદારોએ મતદાન કર્યું છે.આણંદ ખેડા જિલ્લામાં સમગ્ર દિવસ દરમિયાન મતદાન શાંતિ પૂર્ણ રીતે થયું હતું,મતદાન દરમિયાન કોઇ અનિચ્છનિય ઘટના બની ન હતી એકદરે માહોલ શાંતિ પૂર્ણ રહ્યો હતો.

આણંદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે હોબાળો

આણંદ: આણંદ નગરપાલિકાની ચૂંટણીમાં અંતિમ મિનિટોમાં રાજકારણ ગરમાયું હતું.વોર્ડ નંબર 6 ના ભાજપ કોંગ્રેસ ઉમેદવારો મતદારોની ઓળખને લઈ સામસામે આવી ગયા હતા.બોગસ મતદાન બાબતે એકબીજા ઉપર આક્ષેપ પ્રતીઆક્ષેપ કરતા મામલો બીચક્યો હતો.

ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર રાસધારી ઉપર કોંગ્રેસ ના ઉમેદવાર ડો.પલક વર્માએ બોગસ મતદાન ના આક્ષેપ કરતા મામલો ગરમાયો હતો.મતદાન મથકના ચોગાન માં રાજકીય શાબ્દિક યુધ્ધ ચાલ્યું હોય તેવો માહોલ ગરમાયો હતો.મતદાન સ્થળ સી.પી.પટેલ કોલેજ કેમ્પસ બહાર ભાજપ , કોંગ્રેસ સમર્થકો ના ટોળા ઉમટ્યા હતા.જોકે પોલીસે સમયસર પહોંચી રાજકીય પક્ષોના ટેકેદારો અને સમર્થકો ના ટોળા વિખેર્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો.

મહત્વનું છે કે મામલો થાળે પડ્યા બાદ આણંદ ના સાંસદ મિતેષભાઈ પટેલ(બકાભાઈ) અને ઉપપ્રમુખ યોગેશભાઈ પટેલ (બાપજી) આવી પહોંચ્યા હતા.હોબાળો થતા સાંસદ સહિત આગેવાનો દોડી આવ્યા મહત્વનું છે કે ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર રાજધારીએ કોંગ્રેસ ના આક્ષેપ ફગાવ્યા હતા અને ભાજપ તરફી વધુ મતદાન થઇ રહ્યુ હોવાને કારણે કોંગ્રેસ ઉમેદવાર બોખલાઈ ને મતદાન ખોરવવા આવા નિરર્થક પ્રયાસ અને આક્ષેપો કર્યા હોવાનુ જણાવ્યું હતું.આ બાબતે કોંગ્રેસ ઉમેદવાર ડો.પલક વર્માનો સંપર્ક કરતા તેઓએ ભાજપ દ્વારા બોગસ મતદારોને બોલાવી બોગસ વોટિંગનું ષડયંત્ર કરી રહ્યા હોવાની વિગતો ને લઈ આ શાબ્દિક ટપાટપી થઇ હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top