આણંદ: આજરોજ આણંદ (Anand) શહેરમાંથી એક ચોંકાવનારો તેમજ હાસ્યાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. લોકો વિરોધ (Protest) કરવા કેટકેટલીક રીતો અપનાવતા હોય છે તે અંગે તો આપણે સૌ જાણીએ જ છીએ. મોટેભાગે આપણે સાંભળતા હોઈએ છે કે ભૂખ્યા રહીને, પાણી ન પીને તેમજ બીજી અન્યએક રીતે લોકો વિરોધ કરે છે પરંતુ બેન્ડ બાજા (Band Baja) લઈને તે પણ ગધેડા (Donkey) પાસે રીક્ષા (Auto) ખેંચાવીને કઈ વાતનો વિરોધ કરવામાં આવ્યો? આ સવાલ (Quaction) આપણા સૌને થાય એમ છે. આણંદનો આ કિસ્સો સૌને સ્તબધ (Shocked) કરી દે તેવો છે.
મળતી માહિતી મુજબ આણંદ શહેરમાં બજાજ રીક્ષામાં (Auto) ખામી સર્જાતા તેમજ તેનો ફોલ્ટ રીપેર નહીં થતા આજે રીક્ષા ચાલકે બેન્ડ બાજા સાથે તેમજ ગધેડા સાથે રીક્ષા બાંધીને તેને લઈને અમીન ઓટો ડીલરને ત્યાં જઈ અનોખી રીતે પોતાનું વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેને જોતાં શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
- આણંદનો આ કિસ્સો સૌને સ્તબધ કરી દે તેવો
- બેન્ડ બાજા લઈને અને ગધેડા પાસે રીક્ષા ખેંચાવીને કરવામાં આવ્યો વિરોધ
- આ ધટનાથી શહેરભરમાં ચકચાર મચી જવા પામી
- વારંવાર રીક્ષામાં ફોલ્ટની સમસ્યા આવતા તેમજ ફોલ્ટ નહીં સુધરતા રીક્ષા ચાલકે વિરોધ માટે અપનાવી આ રીત
- રીક્ષમાંથી વારંવાર આવતો હતો અવાજ, સાત મહિના અગાઉ ખરીદવામાં આવી હતી રીક્ષા
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ શહેરના દાવોલ ગામના કોઠીયાપુરામાં રહેતા સંજયભાઈ ચાવડાએ આણંદમાં આવેલ અમીન ઓટોમાંથી સાત માસ અગાઉ રીક્ષા ખરીદી હતી. રીક્ષા ખરીદ્યા બાદ રીક્ષામાંથી અવાજ આવતો હોવાથી તેઓ દ્વારા વારંવાર ડિલરનાં વર્કશોપમાં રીક્ષાને રીપેર કરવા લઈ જતા હતા. તેમ છતાં આ ફોલ્ટ નહીં સુધરતા આજે રીક્ષા ચાલક દ્વારા રીક્ષા સાથે ગધેડા બાંધી તેમજ બેન્ડબાજા સાથે અમીન ઓટો ડીલરમાં જઈને પોતાનો વિરોધ અનોખી રીતે પ્રદર્શન કર્યો હતો. રીક્ષા ચાલક દ્વારા રીક્ષા સાથે ગધેડા બાંધી બેન્ડ વાજા સાથે અનોખો વિરોધ પ્રદર્શન કરતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ આ ઘટનાએ શહેરભરમાં ચકચાર મચાવી દીધી છે આ ઉપરંત સોશિયલ મીડિયા ઉપર પણ આ ઘટના ઝડપથી ટ્રોલ થઈ રહી છે.