Madhya Gujarat

આણંદ જિલ્લામાં 1980માં આઠ વિધાનસભા બેઠક હતી

આણંદ : આણંદ જિલ્લામાં 2022ની વિધાનસભા ચૂંટણી સાત વિધાનસભા બેઠક પર યોજાનારી છે. પરંતુ ચાર દાયકા પહેલા 1980માં યોજાયેલી ચૂંટણીમાં જિલ્લામાં આઠ બેઠક હતી અને તેના પર કુલ 32 ઉમેદવારો ઉભા રહ્યાં હતાં. આ બેઠકમાં ઉમરેઠ, આણંદ, સારસા, પેટલાદ, સોજિત્રા, બોરસદ, ભાદરણ અને ખંભાતનો સમાવેશ થાય છે. જેમાં સોજિત્રાને અનામત બેઠક જાહેર કરવામાં આવી હતી. વિધાનસભા 1980ની સામાન્ય ચૂંટણી 31મીના રોજ યોજાઇ હતી. આ ચૂંટણીમાં આણંદ જિલ્લામાં આઠ બેઠકનો સમાવેશ થયો હતો. જેમાં કુલ 7,50,181 મતદારોની સામે 3,89,825 મતદારોએ મતદાન કર્યુ હતું. આ ઉપરાંત મતદારો પણ વધીને 90 હજાર આસપાસ હતાં.

તેમાં ભાદરણ બેઠક પર સૌથી વધુ 1.05 લાખ મતદારો નોંધાયાં હતાં. ભાદરણ બેઠક પર વિજેતા ઉમેદવાર તેના પ્રતિસ્પર્ધી કરતાં સૌથી વધુ 30,378 મતની સરસાઈથી વિજયી બન્યાં હતાં. જ્યારે પેટલાદ બેઠક વિજેતા ઉમેદવાર તેના પ્રતિસ્પર્ધી કરતાં સૌથી ઓછી 1,708 મતની સરસાઈથી વિજેતા બન્યા હતા. ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગમાં 46,044 પુરૂષ અને 44,571 મહિલા મતદારો મળી કુલ 90,615 મતદારો નોંધાયેલા હતા. આ મતદારો પૈકી 62.26 ટકા પુરૂષ અને 46.16 ટકા મહિલા મતદારોએ મતદાન કરતા આ બેઠક ઉપર સરેરાશ 54.34 ટકા મતદાન નોંધાયું હતું. જેમાંથી 1.97 (972) મત અમાન્ય અને 48,270 મત માન્ય થયાં હતા. ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર તેના પ્રતિસ્પર્ધી કરતાં 22.89 ટકા મત એટલે કે, 11,047 મતની સરસાઇથી વિજેતા થયાં હતા.

આણંદ મતદાર વિભાગમાં 96,173 મતદારો નોંધાયા હતા. નોંધાયેલા મતદારો પૈકી 49,889 પુરૂષ અને 46,284 મહિલા મતદારો હતા. જેમાંથી 45.30 ટકા પુરૂષ અને 34.25 ટકા મહિલા મતદારો મળી 38,454 મતદારોએ મતદાન કરતાં આ બેઠક ઉપર સૌથી ઓછું 39.98 ટકા સરેરાશ મતદાન નોંધાવા પામ્યુ હતું. થયેલ મતદાન પૈકી 37,797 મત માન્ય અને 647 મત અમાન્ય થયાં હતા. ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર તેના પ્રતિસ્પર્ધી કરતાં 43.41 ટકા એટલે કે 16,407 મતની સરસાઇથી વિજેતા થયાં હતા.

સારસા મતદાર વિભાગમાં 46,061 પુરૂષ અને 43,544 મહિલા મતદારો મળી કુલ 89,605 મતદારો નોંધાયા હતા, જે પૈકી 49.92 ટકા પુરૂષ અને 33.94 ટકા મહિલાઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કરતા આ બેઠક ઉપર સરેરાશ 42.15 ટકા મતદાન નોંધાયુ હતું. જે પૈકી 2.09 ટકા મત એટલે કે, 791 મત અમાન્ય તેમજ 36,981 મત માન્ય થયાં હતા. આ ચૂંટણીમાં પ્રથમ ઉમેદવાર દ્વિતીય ઉમેદવારથી 19,923 મતની સરસાઇથી વિજેતા થયાં હતા.

પેટલાદ મતદાર વિભાગમાં 91,155 મતદારો નોંધાયા હતા, જેમાં 47,010 પુરૂષ અને 44,145 મહિલા મતદારો હતા. આ મતદારો પૈકી 66.86 ટકા પુરૂષ અને 55.27 ટકા મહિલા મતદારો મળી કુલ 55,832 (61.25 ટકા) મતદારોએ મતદાન કર્યું હતુ. આ મતદાન પૈકી 1.63 ટકા મત એટલે કે 912 મત અમાન્ય અને 54,920 મત માન્ય થયાં હતા. આ ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર તેના પ્રતિસ્પર્ધી કરતાં 1,708 મતની સરસાઈથી વિજેતા બન્યા હતા.

સોજીત્રાની બેઠક એસ.સી. કેટેગરી માટે અનામત જાહેર કરવામાં આવી હતી. આ બેઠક પર નોંધાયેલા 85,130 મતદારોમાં 43,075 પુરૂષ અને 42,055 મહિલા મતદારો હતા. જે પૈકી 64.66 ટકા પુરૂષ અને 50.53 ટકા મહિલા મતદારો મળી કુલ 49,104 (57.68 ટકા) મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ મતદાન પૈકી 48,014 મત માન્ય અને 1090 (2.22 ટકા) મત અમાન્ય થયા હતા. આ ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર તેના પ્રતિસ્પર્ધી ઉમેદવાર કરતાં 26,004 મતની સરસાઈથી વિજેતા બન્યા હતા.

બોરસદ મતદાર વિભાગમાં નોંધાયેલા 95,064 મતદારો પૈકી 54.31 ટકા પુરૂષ અને 40.37 ટકા મહિલા મતદારો મળી સરેરાશ 47.51 ટકા એટલે કે 45,168 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાંથી 44,194 મત માન્ય અને 974 મત (2.16 ટકા મત) અમાન્ય થયા હતા. ચૂટણીમાં વિજેતા ઉમેદવાર તેના પ્રતિસ્પર્ધી કરતાં ટકાવારીમાં સૌથી વધુ 62.78 ટકા મતની સરસાઈથી વિજેતા બન્યા હતા..

ભાદરણ મતદાર વિભાગમાં આ ચૂંટણીમાં 54,160 પુરૂષ અને 51,580 મહિલા મતદારો મળી કુલ 1,05,740 મતદારો નોંધાયા હતા. નોંધાયેલા પુરૂષ મતદારો પૈકી 62.91 ટકા મતદારોએ અને મહિલા મતદારો પૈકી 49.30 ટકા મતદારોએ મતદાન કરતાં આ બેઠક ઉપર સરેરાશ 56.27 ટકા મતદાન થયું હતુ. મતદાન થયેલ 59,502 મત પૈકી 58,528 મત માન્ય અને 974 મત અમાન્ય થયા હતા. ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર તેના પ્રતિસ્પર્ધી કરતાં 51.90 ટકા મત એટલે કે, 30,378 મતની સરસાઈથી વિજયી બન્યા હતા.

કેમ્બે (ખંભાત) વિધાનસભાની બેઠક ઉપર તે સમયે 49,267 પુરૂષ અને 47,432 મહિલા મતદાર મળી કુલ 96,699 મતદારો નોંધાયા હતા. જે પૈકી 62.24 ટકા પુરૂષો અને 50.79 ટકા મહિલા મતદારોએ મતદાન કરતાં આ બેઠક ઉપર સરેરાશ 56.62 ટકા મતદાન નોંધાયું હતુ. આ મતદાન પૈકી 53,665 મત માન્ય અને 1.98 ટકા એટલે કે, 1,086 મત અમાન્ય થયા હતા. ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર તેના પ્રતિસ્પર્ધી કરતાં 13.41 ટકા મત એટલે કે, 7,197 મતની સરસાઈથી વિજયી બન્યાં હતાં.

Most Popular

To Top