ગુજરાતીમાં કહેવત છે કે, “અતિથિ દેવો ભવ:” પરંતુ જો કોઈવાર અણધાર્યો અજાણ્યો મહેમાન ઘરે આવી પડે તો પરિવારની કેવી હાલત થાય છે. તેવો જાણવા જેવો બનાવ પ્રસ્તુત છે. અમારા મહોલ્લામાં રહેતા એક ભાઈને ત્યાં હાલમાં સવારે ૧૧ વાગ્યે એક યુવાન આવ્યો અને ભાઈને કહ્યું કેમ છો મામા, ભાઈ જરા વિચારમાં પડી ગયા અને પુછ્યું તમે કોણ? યુવાને કહ્યું મામા, મને ન ઓળખ્યો? હું તમારા વડોદરાવાળા માસીના કાકાનો દીકરો. આમ પરિચય આપ્યો. તેના પરથી સગપણ બહુ લાંબુ લાગ્યું છતાં વિવેક બતાવીને યુવાનને જમવાનું કહ્યું.
ત્યારે યુવાને કહ્યું ચા પીવડાવશો. સાંજે જમીશ મામા ત્રણ-ચાર દિવસ રોકાવવાનો છું. બીજા દિવસે યુવાન ભાઈની બાઈક લઈને ચાર રસ્તે ફરવા ગયો, ત્યાં કોઈ વાહન સાથે બાઈક ભટકાતા બાઈકને રૂ/-૨૦૦૦ નું નુકસાન કર્યું આથી ભાઈએ બાઈક રીપેર કરાવવી પડી. ત્રીજે દિવસે યુવાન કહે, મામા સુરતથી બસમાં આવતો હતો. ભીડમાં મારું ખીસ્સુ કપાય ગયું. ભાઈને લાગ્યું કે, યુવાન રખડેલ-ભટકેલ જેવો છે. આથી ૨૦૦ રૂ/- અને બસ સ્ટેન્ડ પર મૂકી આવી રવાના કર્યો ત્યાર પછી ઘરે આવીને જોયું તો ભાઈનો મોબાઈલ જે રૂ/- ૧૫૦૦૦ હતો તે શો-કેસ પર ન મળે આથી લાગ્યું નક્કી આ ગઠીયો મોબાઈલ તફડાવી ગયો લાગે છે. આવા મહેમાન આવી ચડે તો ભારે પડતા હોય છે. જરા ચેતજો આવા લેભાગુ મહેમાનથી…
તરસાડા, માંડવી – પ્રવીણસિંહ મહીડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.