SURAT

સુરતમાં ડોક્ટર પર એસિડ એટેકઃ ક્લિનિકમાં ઘુસી યુવકે જીવલેણ હુમલો કર્યો, CCTV આવ્યા સામે…

સુરતમાં એક તરફ બોગસ ડોક્ટર ઝડપાઈ રહ્યાં છે. ત્યારે ગોડાદરા વિસ્તારમાં તબીબ પર જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો છે. જેમાં અજાણ્યા વ્યક્તિએ ડોક્ટરની ક્લિનિકમાં ઘુસીને એસિડ જેવું જ્વલનશીલ કેમિકલ છાંટી દીધું હતું. જેથી ડોક્ટરની હાલત ખરાબ થઈ હતી. જેથી તેમને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અજાણ્યા યુવકે જ્વલનશીલ કેમિકલ નાખી તબીબ પર હુમલો કર્યો હતો. ગોડાદરા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ચકચાર મચાવતી ઘટના બની છે. ગોડાદરા વિસ્તારમાં આવેલ ક્લિનિક પર અજાણ્યા યુવકે જ્વલનશીલ કેમિકલ લઈને ક્લિનિકમાં ઘૂસી આવ્યો હતો. તબીબ પર કેમિકલ નાખ્યું હતું. યુવકે કેમિકલયુક્ત પ્રવાહી નાખી ડોક્ટર પર હુમલો કર્યો હતો.

તબીબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ગોડાદરા પોલીસને ઘટનાની જાણ કરાતા પોલીસ સ્થળ પહોંચી કાર્યવાહી શરૂ કરી છે. તબીબ પર કેમિકલ હુમલાના CCTV સામે આવ્યા છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. જ્વલનશીલ કેમિકલ હુમલામાં ડોક્ટર ગંભીર રીતે ઘાયલ થયા છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ ડોક્ટરની હાલત નાજુક છે.

સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે ગઈ તા. 23મી જાન્યુઆરીની રાત્રે ગોડાદરા વિસ્તારમાં આવેલા શ્રી સાંઈ ક્લિનિકમાં એક અજાણ્યો પ્રવેશી રહ્યો છે. આ વ્યક્તિ કેરબો લઈને ક્લિનિકમાં ઘુસતો હોવાનું સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે. ક્લિનક ચલાવતા ડો. શામજી બલદાણિયા પર આ અજાણ્યાએ હુમલો કર્યો હતો.

ગુરુવારે રાત્રે પોણા આઠ વાગ્યા આસપાસની આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ તપાસમાં એવી વિગત બહાર આવી છે કે અજાણ્યાએ સલ્ફ્યુરિક એસિડ ડોક્ટર પર ફેંક્યું હતું. આ હુમલામાં ડો. બલદાણિયા ગંભીર રીતે દાઝી ગયા હતા. તેઓ મદદ માટે નજીકના મેડિકલ સ્ટોર પર દોડી ગયા હતા.

પરિચિતે જ કર્યો હુમલો, ડોક્ટરની હાલત નાજૂક
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર એસિડ એટેકનો ભોગ બનેલા ડો. બલદાણિયાની હાલત નાજૂક છે. હાલ તેઓની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી ઈસમને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. હુમલો કરનારનું નામ ધીરુ કવાડ હોવાનું જાણવા મળ્યું છે. તે ડો. બલદાણિયાનો પરિચિત છે. કૌટુંબિક વિખવાદને પગલે આ હુમલો કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

Most Popular

To Top