દેશમાં છેલ્લા 9 વર્ષમાં થયેલાં આર્થિક વિકાસના ઢોલ પીટીને સરકારની વાહવાહી કરવામાં આવી રહી છે (આમાં અગ્રેસર છે કોર્પોરેટ જગતના માંધાતાઓ, શેર બજારના મોટા ખેલાડીઓ અને અન્ય ઉચ્ચભુ વર્ગ જેમને આ વિકાસ સૌથી વધુ ફળ્યો છે). આ સંદર્ભે (કહેવાતા) વિકાસનું એક વિહંગાવલોકન અને બહોળો સમુદાય ધરાવતા સામાન્ય વર્ગને આ વિકાસ ફળ્યો છે કે કેમ તે જરૂરી બની જાય છે. GDPની વાત કરીએ તો હાલનો 6-7%નો વિકાસ દર અગાઉની સરકારના દસ વર્ષના સાશનમાં પણ હતો, બલ્કે તેનાંથી વધુ હતો, પરંતુ વિકાસના નામ પર હાલની સરકારના રાજમાં નવ વર્ષપહેલાંનું 55 લાખ કરોડનું કુલ સરકારી દેવું આશરે ત્રણ ગણું વધીને 155 લાખ કરોડ પર પહોંચી ગયું છે.
GDP કરતાં પણ આર્થિક વિકાસનો વધુ અગત્યનો માપદંડ છે દેશના નાગરિકોની માથદીઠ વાર્ષિક આવક. આપણી હાલની માથાદીઠ વાર્ષિક આવક 2100 ડોલરની આસપાસ છે જે બાંગ્લાદેશ (2800 ડોલર આસપાસ) કરતાં પણ ઘણી ઓછી અને ચીન કરતાં પાંચમા ભાગની છે. સામાન્ય વર્ગની આર્થિક હાલત વિશે વાત કરીએ તો રોજીંદા વપરાશની સામાન્ય વસ્તુઓ પર પણ GST તેમજ Petrol disel ઉપરનાં અનહદ વેરાં, દરેક પ્રકારની બચતો પર મળતાં વ્યાજ કે આવક પર સરકારી કર, બેફામ નફાખોરી, મોંઘવારી, વ્યાપક ભ્રષ્ટાચાર, સારી વળતરદાયી નોકરીઓનો અભાવ, અતિશય મોંઘવી શિક્ષણ અને આરોગ્ય સેવાઓ વિ.ને કારણે આ વર્ગનું એક પ્રકારે ભયંકર આર્થિક શોષણ થઈ રહ્યું છે!
હવે વિકાસના ફળની વાત એક ઉદારણ લઈને સમજીએ. વિકાસના ભાગરૂપે સરકારે ઉચ્ચભુ વર્ગ માટે કંઈ કેટલી વંદે ભારત ટ્રેન શરી કરી છે. બૂલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલુ છે. પરંતુ કુટુંબનો રોટલો રળવા રોજ વહેલી સવારે ઊઠીને નોકરી કે કામનાં ગંતવ્ય સ્થાને તોડતા સામાન્ય વર્ગની પેસેન્જર ટ્રેન સેવામાં કોઈ ગુણાત્મક સુધાર નથી. ટૂંકમાં, દેશનાં સાંપ્રત આર્થિક પરિદૃષ્યનું આંકલન કરતા એ તારણ પર સહેજે આવી શકાય કે સરાકરની અળવીતરી નીતિઓને કારણે (કહેવાતા) વિકાસનાં ફળ એક ખાસ ઉચ્ચભુ વર્ગ તરફ Channelize થઈ ગયા છે જ્યારે સામાન્ય વર્ગ આર્થિક અને નાગરિક સુવિધા બાબતમાં પિસાય રહ્યો છે. વિકાસની આ દિશા તંદુરસ્ત અને ખુશહાલ સમાજનાં નિર્માણ તરફની ચોક્કસ નથી.
નવસારી – કે.આર.મોદી. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
વિદેશમાં મોકલાવાતા નાણાં પર નિયંત્રણ જરૂરી
અત્યાર સુધી સાત લાખ વિદેશમાં મોકલવામાં આવે ત્યાં સુધી ટેક્સ વસૂલ કરવામાં આવતો ન હતો તેથી વધુ રકમ પર 5% લેખે ટી.સી.એસ. (ટેકસ કલેકશન સોર્સ) વસૂલ કરવાની જોગવાઈ હતી. હવે 16મી મેથી કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણય અનુસાર એક રૂપિયો પણ વિદેશ મોકલવામાં આવે અથવા તો તેની ચૂકવણી કરવામાં આવે તો તેના પર 20% ટી.સી.એસ. વસુલાત કરવાની જાહેરાત કરી હતી. વિદેશ ફરવા જનારાઓ દ્વારા ટ્રાવેલ એજન્સીના આઘાતથી વિદેશમાં હોટલ બુકીંગ કરાવતા હોય છે. તેઓ પાસે હવે એજન્ટે 20% ટી.સી.એસ. ની વસુલાત કરી તે નાણાં બેન્કમાં જમા કરાવવા પડશે. જો તેમાં ભૂલ કે ચૂક થાય તો તે નાણાં એજન્ટો પાસે વસુલાત કરવામાં આવશે તેમજ હવે આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી પર પણ ટેક્સ વસુલાતની જોગવાઈ કરવામાં આવી છે જે જરૂરી છે.
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે