SURAT

સારોલીમાંથી 8 કિલો કરતા વધુ ગાંજાના જથ્થા સાથે ઓરિસ્સાવાસી પકડાયો

સુરતઃ ગૃહ રાજ્ય મંત્રીના શહેર સુરતમાં નશાનો વેપાર દિન પ્રતિદિન વધી રહ્યો છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાંથી ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે આખે આખી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડી છે તો બીજી તરફ શહેરના સારોલી વિસ્તારમાંથી 8.315 કિલો ગાંજા સાથે સારોલી પોલીસની સર્વેલન્સ ટીમે એક ઈસમને ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સારોલી પોલીસની સર્વેલન્સ ટીમ નિયોલ ચેક પોસ્ટ ખાતે ફરજ બજાવી રહી હતી ત્યારે એવી બાતમી મળી હતી કે નિયોલ પોલીસ ચેક પોસ્ટ નજીક સાબરગામ ચાર રસ્તા પાસે જાહેર રોડ પર સારોલી ખાતેથી એક ઈસમ ગાંજો લઈ જઈ રહ્યો છે.

બાતમીને આધારે પોલીસે સંતોષ બીડયાધરા ડાકુઆ (ઉં.વ. 42, રહે. મકાન નં. 740 આંબ્રીવાવ ચીકુવાડી સામે પાંડેસરા, સુરત, મૂળ વતન કાદોપડા, ભામોચાલી, બુગડા, ગંજામ, ઓરિસ્સા)ને ઝડપી પાડ્યો હતો. આરોપી સંતોષ ડાકુઆ પાસેથી પોલીસને 8 કિલો 315 ગ્રામ વજનનો ગાંજો મળ્યો હતો, જેની બજાર કિંમત 83150 રૂપિયા થાય છે. પોલીસે સંતોષને ગાંજો આપનાર અને તેની પાસે ખરીદનાર બંનેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top