Business

ઓનલાઇન ગેમ-જુગારની લતે ચઢેલાે પતિ આપઘાત માટે તૈયાર થયો

વડોદરા તા.19
આજકાલ ટેલિવિઝન તથા સોશિયલ મિડિયાના માધ્યમથી, ઇન્ટરનેટ થકી ઓનલાઇન ગેમ્સ ની ભરપુર જાહેરાતો કરવામાં આવે છે સાથે જ ચેતવણી પણ આપવામાં આવે છે કે આની આદત જોખમી સાબિત થઇ શકે તેમ છે છતાં આજના સમયમાં લોકો મહેનતથી નાણાં કમાવવાની જગ્યાએ જીવનમાં રાતોરાત લખપતિ, કરોડપતિ બનવાની ઘેલછામાં શોર્ટકટ અપનાવતા હોય છે જેમાં મહેનત ન કરવી પડે અને અઢળક રૂપિયા મળી જાય પરંતુ આ ઓનલાઇન ગેમ્સ એકરીતનો જૂગાર સાબિત થઇ રહ્યો છે જેની એક આદત વ્યક્તિને રાતોરાત પાયમાલ, કંગાળ કરી દે છે અને આખરે બધું વેરવિખેર થઇ જાય છે આવો જ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેમાં ઓનલાઇન ગેમ અને જુગાર ની લતમાં પતિ કરોડો રૂપિયા ગુમાવી દેતા મરી જવાની ધમકી આપતા પત્નીએ કાઉન્સિલીંગ માટે 181 મહિલા હેલ્પ લાઈન પર કોલ કરી મદદ માંગી.
મકરપુરા વિસ્તારમાં સુખી સંપન્ન પરિવાર હસતું રમતું ખુશીથી જીવન વ્યતીત કરતું હતું પતિ શેરમાર્કેટના બિઝનેસ સાથે સાથે જોબ કરતો હતો અને સારી આવક પણ આવતી હતી 32 વર્ષના સુખી દાંપત્યજીવનમાં પુત્ર બેંગ્લોરમાં રહે છે અને પતિને ઓનલાઇન ગેમ્સ તથા જુગારની લત પડી જતાં સમગ્ર પરિવાર બરબાદીના માર્ગે પહોંચી ગયું અને પત્નીને કંટાળીને હંમેશ માટે ગૃહત્યાગ અથવા તો આત્મહત્યા કરવાનું નક્કી કરી લીધું પરંતુ 181 અભયમ મહિલા હેલ્પ લાઈન મકરપુરા વિસ્તાર પહોંચી કાઉન્સલિંગ કરતાં પત્નીએ જણાવ્યુ હતું કે, મારાં લગ્નને 32 વર્ષ થયા છે સંતાનમાં એક દીકરો બેંગ્લોર છે મારું લગ્ન જીવન સુખે જ ચાલતું હતું પતિ કંપનીમાં સારી જોબ કરતા હતા અને શેર માર્કેટનું પણ કામ કરતા હતા 6 મહિના થી મારો પતિ મોબાઈલમાં ઓનલાઇન ગેમિંગ રમ્યા કરે છે એમાં ને એમાં રચ્યા પચ્ચા રહે છે ઓનલાઇન જુગારમાં પતિએ શેર માર્કેટના બિઝનેસમાં કરોડો રૂપિયા ગુમાવી દીધા છે હવે પરિસ્થિતિ એવી છે પતિ રીટાયર્ડ છે જોબ જાય છે પણ જે પગાર આવે એ એકજ દિવસમાં ઓનલાઇન ગેમમાં વાપરી નાંખે છે હવે મારો પતિ કહે છે તને મેં સુખ સગવડ સંપત્તિ આપી હવે હું તકલીફમાં છું તો તું મને શેર માર્કેટમાં મદદ કર પણ પત્ની કહે છે દેવા ચૂકવવામાં એક ઘર વેચ્યું ,ફોર વ્હીલર વેચી બાઇક પણ વેચી દીધું હવે આપણે જવા આવા રહેવા તેમજ ઘર ચલાવવું અઘરું છે હું તમને ફરી પૈસા વેડફવા ના આપી શકું મારાં સાસરી પક્ષ અને પિયર પક્ષ વાળા પણ પતિને સમજાવે છે પણ આજે મરી વાત ના માનતા હું ઘર માંથી નીકળી જાવ છું કાં તો મરી જાઉં છું તેમ નક્કી કર્યું હતું પરંતુ અભયમની ટીમે વ્યક્તિગત રીતે પતિ અને પત્નીનુ કન્સિલીંગ કરી સમજવ્યા કે ઓનલાઇન ગેમ એ સારી બાબત નથી ખોટી જગ્યાએ તમે રૂપિયો વેડફાવા એના કરતા પત્નીની. વાત માનો એ પણ તમારું સારુ જ ઈચ્છે છે મરી જવના વિચાર ના કરીને એમાંથી બહાર નીકળવાનું વિચારો ઘરમાં તોડફોડ કરો છો તે નુકસાન કર તમને જ થશે પત્નીને માનસિક ત્રાસ આપશો નહિ જે બાબતે ટીમ ની વાતને ગંભીરતાથી લેતા પતિએ ભૂલ કબૂલતા જણાવ્યું હતું કે આવેશમાં હતો. ગુસ્સો આવી ગયો એટલે એ પગલું ભરવા વિચાર કરવા મજબૂર થઈ ગયો હતો. પણ હવે હું માનસિક ત્રાસ આપીશ નહિ.

Most Popular

To Top