વડોદરા: દેશ હોય યા પરદેશ વતનની યાદ કોણે ના આવે પરદેશ જાકે પરદેશીયા ભૂલના જાના એ ઉક્તિનુસાર કેનેડાના મેનિટોબા ના વિનીપેક માં ગુજરાતી સમાજ દ્વારા ભારતના ૭૪માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે ના ભાગરૂપે ભારતનો ભવ્ય વારસો સંસ્કૃતિ સભ્યતા સંસ્કાર અને પ્રકૃતિ પ્રેમી ગુજરાતીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો જેમાં 21 થી વધુ નાના ભૂલકાઓ થી માંડીને બુઝગૉ માતાઓ યુવાનો યુવતીઓ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો ફિલ્મ ગીતો ડાન્સ મિમિક્રી ગઝલ શેર શાયરી વિગેરે અવનવી કૃતિઓ ઓનલાઇન રજૂ કરી રંગારંગ સ્ટેજ કાર્યક્રમ યોજાયો જેને દેશ અને પરદેશના લોકોએ ઓનલાઇન દ્વારા નિહાળ્યો.
પરદેશમાં ગુજરાતી સમાજની દેશદાઝ પ્રત્યેનો પ્રેમ સાચે જ વતન કે રખવાલે મેરા ભારત મહાન અને માતૃભૂમિ નો પ્રેમ કેનેડામાં વસી રહેલા ગુજરાતીઓ દ્વારા જોવા મળ્યો કાર્યક્રમમાં દેશભક્તિના ગીત સંસ્કારી નગરી વડોદરાના નામાંકિત રીષભ ગૃપ ની સિંગર રાજેન્દ્રભાઈ જે શાહની સુપુત્રી ફાર્માસિસ્ટ શ્રેયા આશય પરીખ ઉર્ફે ઝમકુ પરીખ પોતાના કોકિલ કંઠ દ્વારા હે મેરે પ્યારે વતન કે લોગ દિલ તુજ પે કુરબાન દેશભક્તિનું ગીત ગાતાં કેનેડામાં વસી રહેલા ગુજરાતીઓમાં આંખોમાં આંસુઓ છલકાઈ ગયા હતા અને માદરે વતનની યાદ છતી થઈ.
કાર્યક્રમના પ્રારંભમાં ભૂલકાઓ દ્વારા પ્રારંભસાચે જ પરદેશમાં વસી રહેલા ગુજરાતી સમાજ એક વિખરાયેલા સમાજને એક મંચ ઉપર ગુજરાતી સમાજના પ્રમુખ સંજય પટેલ આણંદ વાળાએ અને કમિટી મેમ્બરો દ્વારા ખરેખર કાર્યક્રમનું સુંદર આયોજન જોવા મળ્યું અને અવારનવાર આવા કાર્યક્રમો કરીને આપણે ભેગા મળીશું એવું સૌના હૃદયની અંદર ઊર્મિ ભાવ વ્યક્ત જોવા મળ્યો કાર્યક્રમને ઓનલાઇન યુ ટ્યુબ દ્વારા ભારત દેશ નહી પણ સમગ્ર વિશ્વની અંદર વસતા હજારો ગુજરાતીઓએ નિહાળીને મુક્ત કંઠે પ્રશંસા કરતા જોવા મળ્યા અને ગુજરાતીઓ માટે પ્રેરણારૂપ કાર્યક્રમ જોવા મળ્યો.