SURAT

સાડીનો છેડો બાઇકના વ્હિલમાં ફસાઈ જતા પટકાયેલી વૃદ્ધાનું મોત, સુરતના વાવ ગામની ઘટના

સુરત : કામરેજ તાલુકાના વાવ ગામ ખાતે રહેતા વૃદ્ધ દંપતી સામાજીક પ્રસંગમાં કાપોદ્રા વિસ્તારમાં બાઈક પર આવ્યા હતા. તે સમયે વાલક પાટિયા નજીક પાછળ બેસેલી પત્નીની સાડીનો છેડા પાછળના વ્હિલમાં આવી હતી. સાડી ગળામાં લપેટાઈ ગઈ હતી. તેથી તેઓ નીચે પટકાતા ગંભીર ઇજાના કારણે તેમનું મોત નિપજ્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કામરેજ તાલુકામાં વાવ ગામ પાસેની સૂર્યદર્શન સોસાયટીમાં જીવરાજભાઈ સુતરીયા પરિવાર સાથે રહે છે. 18 જુનના રોજ જીવરાજભાઈ તેમની પત્ની દેવકુળબેન (67 વર્ષ) સાથે સવારે સામાજીક પ્રસંગમાં હાજરી આપવા માટે કાપોદ્રા વિસ્તારમાં આવી રહ્યા હતા.

વાલક પાટિયા પાસે દેવકુળબેનનો સાડીનો છેડો બાઇકનાં પાછળના વહીલમાં આવી જતા સાડી તેમના ગળામાં લપેટાઈ ગઈ હતી. તેથી બેલેન્સ નહીં રહેતા તેઓ નીચે પટકાયા હતા. તેમને ગંભીર ઇજા પહોચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

અમરોલીમાં બુલેટ પર જતો હોમગાર્ડ ડિવાઈડર સાથે અથડાતા મોતને ભેટ્યો
સુરત : અમરોલીમાં શુક્રવારે સવારે ઘરે જતા હોમગાર્ડની બુલેટ ડિવાઈડર સાથે અથડાતા હોમગાર્ડને ગંભીર ઇજા થઈ હતી. સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ દરી હોવાનું જાણવા મળે છે.

અમરોલી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર અમરોલીમાં નવો કોસાડ રોડ, રડવાડી પાર્ટી પ્લોટ પાસે સ્વીટ હાઉસ ખાતે રહેતા દિપકકુમાર નેશભાઈ મેવાડા (43 વર્ષ) હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે. 15 મી તારીખે તેમની ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ ડ્યૂટી હતી. તેઓ ડ્યૂટી પૂર્ણ કરીને તેમની બુલેટ મોટર સાઈકલ પર ઘરે જઈ રહ્યા હતા.

તેઓ સાયણ રોડ ક્રોસ રોડ પાસે પહોંચ્યા તે સમયે બેદરકારીથી બુલેટ હંકારતા તેઓ ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા દિપકકુમારને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. તેમને સારવાર માટે પહેલા સ્મીમેર હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર માટે કિરણ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં સારવાર દરમિયાન ગતરોજ દિપકકુમારનું મોત નિપજ્યું હતું. અમરોલી પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top