સુરત: વલસાડના (Valsad) અછારીગામમાંથી પસાર થતી દમણગંગા નદીમાં (DamanGanga River) વિસ્ફોટક પદાર્થ જીલેટિન સ્ટીક (Giletin Stick)નાંખી માછલાં (Fishing) પકડવા ગયેલા એક શ્રમજીવીના હાથમાં જ વિસ્ફોટક ફૂટી જતા બન્ને હાથના ચીંથરે ચીથરા ઉડી ગયા હતા.
નવરાત્રીના (Navratri) પહેલા જ દિવસે બનેલી ઘટના બાદ 56 વર્ષીય દેવલાભાઈ મનજીભાઈ વડવીને સારવાર માટે સિવિલ ખસેડાતા તેમનું ટૂંકી સારવાર બાદ મોત (Death) નીપજ્યું હતું. પુત્રએ જણાવ્યું ઘટનાની જાણ એક કલાક બાદ થઈ હતી. સ્થળ પર પિતા લોહી લુહાણ હાલતમાં પડેલા હતા. સમયસર સારવાર મળી હોત તો કદાચ જીવ બચાવી શક્યા હોત.
કલ્પેશ (પુત્ર) એ જણાવ્યું હતું કે તેઓ ઉમરગામના અછારી ગામના તડીયા ફળિયામાં રહે છે. પપ્પાને ત્રણ દીકરી અને એક દીકરો છે. પિતા રેતી કાઢવામાં મજૂરી કામ કરે છે. ક્યારેક ક્યારેક નદીમાં માછલાં પકડવા પણ જતા હતા. રવિવારના રોજ ઘટના બન્યા બાદ ઇજાગ્રસ્ત પિતાને પ્રથમ નજીકની હોસ્પિટલ બાએ વલસાડ અને ત્યારબાદ સિવિલ લઈ આવ્યા હતા. જેમનું આજે સવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે પપ્પાના હાથમાં કોઈ વિસ્ફોટક ફૂટ્યો હોવાની જાણ એક કલાકે થઈ હતી. દોડીને ગામમાંથી પસાર થતી દમણ-ગંગા નદીના કિનારે ગયો તો પિતા લોહી લુહાણ હાલતમાં પડેલા હતા. પિતાના બન્ને હાથ ફાટી ગયા હતા. સમયસર પિતા ને સારવાર અપાવી શક્યા હોત તો એમનો જીવ બચાવી શક્યા હોત એવી લાગણી વ્યક્ત કરી હતી. માથા પરથી પિતાની છત્રછાયા ગુમારનાર પુત્ર કલ્પેશે જણાવ્યું હતું કે પિતાના મોતના સમાચારે બન્ને બહેનો ને આઘાતમાં નાખી દીધી છે.