SURAT

વરાછાની યુવતીને બેઝમેન્ટમાં મળવા બોલાવી ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડે હાથ પકડી લીધો અને…

સુરત: શહેરના વરાછા વિસ્તારમાં રહેતી યુવતીને સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ અને શેરચેટમાં યુવક સાથે કરેલી મિત્રતા ભારે પડી હતી. યુવકે તેણીને મળવા માટે બોલાવ્યા બાદ તેનો હાથ પકડી શારીરિક છેડછાડ કરી હતી. જેથી યુવતીએ વાત કરવાનું બંધ કરી દેતા યુવકે તેણીને ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી તથા યુવતીના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતા આખરે યુવતીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે છેડતીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે શહેરના વરાછા વિસ્તારમાં રહેતી યુવતી ઓક્ટોબર ૨૦૨૧ ના અરસામાં સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ અને શેરચેટના માધ્યમથી વરાછા વિસ્તારમાં માતાવાડી ખાતે વર્ષા સોસાયટી વિભાગ-૨ માં ઘર નંબ૨ ૪૩૯ માં રહેતા દર્શન ધીરુભાઈ ૫રમારના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે વાતચીત દરમિયાન મિત્રતા થઇ હતી.

જોકે ત્યારબાદ દર્શને તેણીને મળવા માટે વાતચીત કરતા બંને મોટા વરાછા ખાતે આવેલ સિલ્વર બિઝનેસ પોઇન્ટ ખાતે બેઝમેન્ટમાં મળવા માટે ભેગા થયા હતા. જ્યાં દર્શને અચાનક જ યુવતી નો હાથ પકડી લઈ તેની શારીરિક છેડછાડ કરી હતી. જેથી આખરે યુવતીએ તેની સાથે વાત કરવાની બંધ કરી દીધી હતી.

દર્શન અવારનવાર યુવતીની કોલેજ સુધી તેનો પીછો કરીને તેને વાત કરવા માટે તથા ફ્રેન્ડશીપ કરવા માટે દબાણ કરતો હતો. પરંતુ યુવતીએ ના પાડતા તેણીના ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. એટલું જ નહીં જો તેની સાથે વાત નહીં કરે તો પરિવારને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી આખરે યુવતીએ ગતરોજ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દર્શન પરમાર સામે છેડતી નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top