જયારે ટી.વી.નો પ્રવેશ થયો ન હતો ત્યારે આકાશવાણીની લોકપ્રિયતા ટોચ પર હતી. રાજકોટ કેન્દ્ર પરથી દર રવિવારે રાત્રે સવા નવ કલાકે સવિનય વિનંતી’ના નામનો અને અમદાવાદ કેન્દ્ર પરથી સવિનય નિવેદન કાર્યક્રમ પ્રસારિત થતો હતો. તેમાં શ્રોતાઓ આકાશવાણીના વિવિધ કાર્યક્રમો વિશે પોતાની પસંદગી, નાપસંદગી, ગમો અણગમો જણાવતા રહેતા હતા. હવે અખબારોમાં રોજેરોજ જુદી જુદી પૂર્તિઓ પ્રગટ થાય છે અને ટીવી પર તો લગભગ 100 જેટલી ચેનલો થઇ ગયેલ છે.
અખબારોમાં બાળમૂર્તિ, રમતગમત, મહિલા, વેપાર, ચિત્રહાર વગેરે અનેક પૂર્તિઓ પ્રગટ થાય છે. આટલી બધી પૂર્તિઓ તો જ ટી.વી. પરના અનેક કાર્યક્રમો વિશે મીડીયાએ દર્શકો વાચકોના અભિપ્રાયો જાણવા જોઇએ. વાચકોની પસંદગી પ્રમાણે તેમાં ફેરફાર થતો રહેવો જોઇએ. હાલમાં તો મીડીયા પોતાની મરજી મુજબ પૂર્તિઓ કે સીરીયલો કાર્યક્રમો પ્રસારિત કરે છે. તેમાંવાચકોની પસંદગીને અવકાશ હોતો નથી. આવી પસંદગી જાણવા માટે વાચકો શ્રોતાઓ સાથે સંવાદ યોજવો જોઇએ.
બનાસકાંઠા – અશ્વિનકુમાર ન. કારીઆ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
શાહી લગ્ન
નોર્વેના મીડિયા અહેવાલા અનુસાર રાજકુમારી માર્યા લુઈસ અમેરિકન તાંત્રિક ડ્યુટેક વેરેટ સાથે 52 વર્ષે લગ્ન ગ્રંથીએ જોડાય પહેલાં 2017માં તેનાં પતિએ છૂટાછેડા આપ્યા હતા. 2020માં આપેલા એક ઈન્ટરવ્યૂમાં વેરેટ દાવો કર્યો હતો કે તે 28 વર્ષની વયે મૃત્યુ પામ્યો હતો પણ તે જીવતો થયો હતો. તેણે ભવિષ્યવાણી કરી હતી કે તે નોર્વેની રાજકુમારી સાથે લગ્ન કરશે, અમેરિકામાં 9/11ના આતંકી હુમલાની જાણ થઈ હતી. વેરેટ 2021માં ત્યારે જાહેર ચર્ચામાં આવ્યો હતો. વળી જ્યારે તેણે કોરોના ભગાડવામાં ઓનલાઈન તાવીજ વેચવાનો ધંધો શરૂ કર્યો હતો.
એ ઘણી વખત ચોરીના આરોપમાં જેલમાં પણ જઈ આવ્યો હતો. 52 વર્ષની રાજકુમારીના લગ્ન સમાર્ટતાજય સ્વિડિશ રાજવી પરિવારે હાજરી આપી હતી અને ટીવી સેલિબ્રિટીઓ હાજરી આપી હતી. નોર્વેનું મીડિયા એને ઠગ તરીકે ઓળખાવે છે? એવે નોર્વેની રાજકુમારી ઠગ યાંત્રિકને દિલ દઈ બેઠી અને શાહી લગ્ન ગ્રંથથી જોડાઈ ગઈ. સમારોહમાં હાજર રહેલા મહેમાનોને મોબાઈલ ફોન અથવા કેમેરાનો ઉપયોગ ન કરવા અને લગ્ન સંબોધન કઈ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરવા માટે કહેવા આવ્યું હતું પણ વાયા વાયા વાત જાહેર થઈ ગઈ.
ગંગાધરા – જ્યોતિરામ ર શર્મા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.