વડોદરા : એટીએમ કાર્ડ દ્વારા નાણાં ઉપાડવાની મદદ કરવાના બહાને ભેજાબાજ ગઠિયાએ વેપારીનંુ કાર્ડ બદલીને 32 હજાર ઉપાડી લેતા છેતરપિંડીનો ગુનો પાણીગેટ પોલીસ મથકે નોંધાયો હતો. આણંદ નજીક ગામડી ખાતે ત્રિકમનગરમાં રહેતા ભીમજી વાલજીભાઈ વાઘેલા ટાયર લે-વેચનો વેપાર કરે છે.
ગત માસની 8મી તારીખે વેપારી ટાયર લઈને વાઘોડિયા ચોકડી ખાતેના વેપારી પાસે િહસાબ કરવા આવ્યો હતો. નાણાંની લેવડ દેવડ પૂરી થયા બાદ વેપારીને નાણાંની જરૂરિયાત હોવાથી એટીએમ કાર્ડ દ્વારા નાણાં ઉપાડવા ગયો હતો.
વાઘોડિયા રોડ સ્થિત સનરાઈઝ કોમ્પલકસમાં આઈસીઆઈસીઆઈના એટીએમ મશીનમાં ત્રણ વખત કાર્ડ નાખવા છતાં ટ્રાન્જેકશન થતું ન હતું. પાછળ જ ઉભો રહેલ આશરે 25 વર્ષનો ઘઉવર્ણન હાથમાં ચાંદીનું કડુ પહેરેલ યુવાન મદદ અર્થે આવ્યો હતો અને બે વખત કાર્ડ ઓપરેટ કરીને ટ્રાન્જેકશન થતું નથી જણાવી કાર્ડ પરત કર્યું હતું.
ત્યારબાદ વેપારી આણંદ પરત ફર્યો હતો. બેંકમાં જઈને વેપારીએ પાસબુકમાં એન્ટ્રી પડાવતા જ ચોંકી ઉઠયા હતા. મદદના બહાને આવેલા ઠગે એટીએમ કાર્ડ બદલીને તા. 8મીના રોજ 25 હજાર અને 9મી તારીખે 7 હજાર ઉપાડી લીધા હતા. વેપારીનો એટીએમ પીન નંબર જાણીને ભેજાબાજ યુવાને 32 હજાર ઉપાડી ફરાર થઈ ગયો હત.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે એક જ પ્રકારના મોડસ ઓપરેન્ડીથી કાર્ડ બદલીને છેતરપિંડી થઈ હતી. જેમાં મૂકબધિર િકશોર ગઠિયાનો િશકાર બન્યો હતો અને આજે વેપારી બનતા પોલીસને શક છે કે એક જ ઈસમે બંને િનર્દોષને િશકાર બનાવ્યા હશે.