SURAT

સુરતના હીરાના કારખાનામાં કામ કરતો રત્નકલાકાર અચાનક ઢળી પડ્યો, હાર્ટ એટેકથી મોતનો વીડિયો વાયરલ

સુરતઃ છેલ્લાં કેટલાંક સમયથી સુરત સહિત ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક હદે વધ્યા છે. ત્યારે આજે સુરત શહેરના કતારગામ વેડ રોડ વિસ્તારમાં એક વ્યક્તિનું હાર્ટ એટેકના લીધે મોત થયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વેડરોડ પંડોળમાં આવેલા એક હીરાના કારખાનામાં એક રત્નકલાકારનું હાર્ટ એટેકના લીધે મોત નીપજ્યું છે. રત્નકલાકાર કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક ઢળી પડયો હતો. બાદમાં તેનું મોત નીપજ્યું હતું. મૃતકનું નામ વિનુભાઈ પટેલ હોવાનું સામે આવ્યું છે.

એકાએક જ કામ કરતાં સમયે હાર્ટ અટેક આવ્યો હતો. મૃતક વિનુભાઈ પટેલ ડાયમંડ ચેકર તરીકે કામ કરતા હતા. વિનુભાઈને હાર્ટ અટેક આવ્યા બાદ સારવાર માટે હોસ્પિટલે લઈ જવાયા હતાં. જો કે હોસ્પિટલ પહોંચ્યા બાદ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતાં. જેથી મૃતકના પરિવાર સહિત કારખાનામાં કામ કરતાં લોકોમાં ભયની સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું.

Most Popular

To Top