આણંદ જીલ્લામાં વરસાદનું પ્રથમ રાઉન્ડ જાેરદાર રહ્યાે હતાે. પરંતુ ઉપરવાસમાં હજુ પણ વરસાદ પડ્યાે નથી. જેના કારણે મહીસાગર નદીમાં પાણીની અાવક બંધ થઈ ગઈ છે. ખાસ કરીને કડાણા ડેમમાં આવકનું પ્રમાણ ઘટતા ડેમનું તળીયું દેખાઈ રહ્યું છે. બીજી તરફ વડાેદરા શહેર સહિત નદી આસપાસના ગામાેમાં માેટા પ્રમાણમાં પાણી ઉંલેચવામાં આવતા જળ સપાટી ધીરે ધીરે ઘટી રહી છે. જેની સીધી અસર વાસદ પાસે મહીસાગર નદીના તટ પર જાેવા મળી રહી છે. નદીમાં દુષિત કચરાે નાંખવા ઉપરાંત દુષિત પાણી પણ છાેડવામાં આવી રહ્યું છે. જેના કારણે લીલનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. જાે નજીકમાં દિવસાેમાં ઉપરવાસમાં વરસાદ નહીં પડે તાે વાસદ પાસે મહીસાગર નદીના ગંદા પાણીથી સ્થિતિ વધુ બગડે તેવા અેંધાણ દેખાઈ રહ્યા છે. આ દુષિત પાણી આસપાસના ભુર્ગભ જળને પણ બગાડે તેવાે ભય ઉભાે થયાે છે.