સુરત(Surat): જહાંગીરપુરા (Jahangirpura) ખાતે ઘરકામ કરવા જતી મહિલાને (Mad) ચાની ટપરી ઉપર અઠવાડિયાથી બેસીને છેડતી કરતાં એમ્બ્રોઇડરીના વેપારીને (Embroidery Trader) પકડી પોલીસના (Police) હવાલે કરાયો હતો. જહાંગીરપુરા પોલીસે છેડતીની (molestation) ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
- જહાંગીરપુરા ખાતે ઘરકામ કરતી મહિલાની એમ્બ્રોઇડરી વેપારીએ છેડતી કરી
- મહિલા ઘરકામ કરીને નીકળે એટલે નીચે ચાની ટપરી ઉપર બેસી રહેતો અને પીછો કરતો હતો
- મહિલાએ તેના પતિને બોલાવી લેતાં પોલીસને જાણ કરી પકડી પાડ્યો હતો
જહાંગીરપુરા ખાતે રહેતી આરતીબેન (નામ બદલ્યું છે) ઘરની નજીક નક્ષત્ર નેબુલામાં ઘરકામ કરી પતિને આર્થિક રીતે મદદરૂપ થાય છે. છેલ્લા એક અઠવાડિયાથી આરતીબેનને ત્યાં સામે ચાની ટપરી ઉપર બેસતો એક અજાણ્યો છેડતી કરતો હતો. આરતીબેનને આવતા-જતા તેમનો પીછો કરી આઈ લવ યુ જાનુ કહીને છેડતો હતો. આરતીબેન ગાળો આપે એટલે ભાગી જતો હતો.
આ અંગે તેમના પતિને જાણ કરતાં પતિએ અજાણ્યો આવે એટલે ફોન કરવા કહ્યું હતું. ગઈકાલે આરતીબેન ઘરકામ કરીને નીચે આવ્યા ત્યાં સામે આ ઊભો હતો. તેમને પતિને ફોન કરતાં તે ત્યાં પહોંચ્યા હતા. ત્યારે આરતીબેન ચાલતા જતી વખતે અજાણ્યો તેમની સામે બાઈક લઈને આવી ઊભો રહ્યો હતો અને આંખ મારી હતી. એટલીવારમાં તેમના પતિ ત્યાં પહોંચી ગયા હતા.
બાદ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતાં પોલીસની પીસીઆર ત્યાં પહોંચતાં તેને પોલીસ સ્ટેશન લાવ્યા હતા. તેનું નામ પૂછતાં પોતે પીયૂષ નાગજીભાઈ પટેલ (ઉં.વ.43) (રહે.,પ્રતિક્ષા એપાર્ટમેન્ટ, કતારગામ) હોવાનું અને પોતે એમ્બ્રોઈડરીનો વ્યવસાય કરતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે છેડતીની ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે.