સુરતઃ શહેરના અડાજણ વિસ્તારમાં ગુરુવારની રાત્રે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. અહીં એક કાર રસ્તાની સાઈડ પર ઉભેલી બીજી કારને ટક્કર મારી હતી ત્યાર બાદ ડિવાઈડર કૂદાવીને રોંગસાઈડ ધસી ગઈ હતી. આ કારમાં એસએમસી લખેલું બોર્ડ હતું. કારનો ચાલક ચિક્કાર દારૂ પીધેલો હતો. લોકોએ તેને પકડી ટપલીદાવ કર્યો હતો.
- પાલિકાના અઠવા ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ એન્જિનિયર નિલાંગ ગાયવાલાએ અકસ્માત સર્જ્યો
- નિલાંગ ગાયવાલાએ ચિક્કાર દારૂ પીધો હતો, તેની કાર ડિવાઈડર કુદાવી રોંગસાઈડ ધસી ગઈ હતી
- પરિવારજનો ઘટના સ્થળે દોડી જઈ નિલાંગ ગાયવાલાને ભગાવી ગયા, પોલીસે પકડ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર અડાજણમાં ગુરુવારની રાત્રે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. સુરત મનપાના અઠવા ઝોનમાં ફરજ બજાવતા નિલાંગ ગાયવાલાએ પોતાની ખાનગી કારથી સર્જ્યો હતો. અધિકારી પાલિકાના અઠવા ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. અધિકારીએ દારૂના ચિક્કાર નશામાં સર્જ્યો હોવાનું જાણવા મળ્યું છે.
અડાજણ વિસ્તારમાંથી પસાર થતા સમયે આ અધિકારીએ દારૂના ચિક્કાર નશામાં હતા અને અકસ્માત સર્જી દીધો હતો. અકસ્માત એટલો વિચિત્ર હતો કે રસ્તાના સાઈડ પર ઊભેલી કારને પાછળથી ઠોકીને કાર ડીવાઈડર તોડી રોંગ સાઈડ પર આવી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં જાનહાની ટળી હતી. ઘટનાને લઇ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું એકત્ર થઈને SMC અધિકારીને પકડી પાડ્યો હતો.
પાલિકાના આ અધિકારીએ અકસ્માત કર્યો હોવાની જાણ થતાં અધિકારીના પરિવારજનો આવી તેને લોકોના ટોળા વચ્ચેથી કાઢી લઈ ગયા હતા. કારમાંથી પરિવારજનોએ SMC લખેલું બોર્ડ પણ દૂર નાખ્યું હતું. બનાવની જાણ થતા અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
જોકે પોલીસ આવે તે પહેલાં પરિવારજનો અકસ્માત સર્જનાર SMC અધિકારીને ભગાવી ગયા હતા. ત્યારબાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. હાલ તો અડાજણ પોલીસે આરોપી એવા પાલિકાના અધિકારી નિલાંગ ગાયવાલાને ઝડપી લીધો છે.