નવી દિલ્હી: દિલ્હીની (Delhi) સાકેત કોર્ટ (Saket Court) પરિસરમાં આજે સવારે ગોળીબારના (Firing) કારણે ખળભળાટ મચી ગયો છે. અહીં વકીલના (Advocate) વેશમાં આવેલા એક વ્યક્તિએ મહિલાને ગોળી મારી દીધી, જેના પછી હોબાળો મચી ગયો. કોર્ટ પરિસરની અંદર સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને મેટલ ડિટેક્ટર લગાવવામાં આવ્યા છે, આવી સ્થિતિમાં કોઈ વ્યક્તિ બંદૂક લઈને કેવી રીતે ઘુસ્યો તેના પર સવાલો ઉઠી રહ્યા છે. વકીલોએ જણાવ્યું કે મહિલા એક કેસના સંબંધમાં કોર્ટ પરિસરમાં પહોંચી હતી અને મહિલાને મુખ્ય દરવાજાના પ્રવેશદ્વાર પાસે ગોળી મારી દેવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી વકીલ તરીકે કોર્ટ પરિસરમાં પ્રવેશ્યો હતો. આરોપીએ મહિલા પર ચાર ગોળીઓ ચલાવી હતી જે તેના પેટ અને અન્ય ભાગોમાં વાગી હતી. સ્થળ પર હાજર દિલ્હી પોલીસના SHO મહિલાને જીપમાં બેસાડી AIIMS લઈ ગયા, જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આરોપીની પણ ઓળખ થઈ ગઈ છે જે હિસ્ટ્રીશીટર હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલા અને આ વ્યક્તિ વચ્ચે પૈસાને લઈને જૂનો વિવાદ હતો.
સાકેત કોર્ટ ફાયરિંગને નજરે જોનારે કહ્યું કે હુમલાખોર વકીલના વેશમાં હતો. અમે હુમલાખોરને રોકવાનો પ્રયાસ કર્યો. તેણે પિસ્તોલ બતાવી અને ગભરાટ ફેલાઈ ગયો. હુમલાખોરે મહિલા પર ગોળીબાર કર્યો હતો અને તે પીડિતાને ઓળખતો હતો.
દિલ્હી પોલીસે હજુ સુધી આ અંગે કોઈ માહિતી આપી નથી. પરંતુ અહીં કોર્ટની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સવારનો સમય હતો એટલે કોર્ટ પરિસરમાં ભારે ભીડ હતી. હુમલાખોરે મહિલાને નજીકથી ગોળી મારી હતી અને પછી તે પણ ભાગી ગયો હતો. પોલીસે ઘટનાની તપાસ માટે ઘણી ટીમો બનાવી છે અને તે તપાસ કરવામાં આવી રહી છે કે હુમલાખોર કોર્ટમાં કેવી રીતે પ્રવેશ્યો.
ફાયરીંગ પર રાજકારણ શરૂ, કેજરીવાલે ગર્વનર પર આક્ષેપો કર્યા
આ ફાયરિંગ બાદ આમ આદમી પાર્ટીએ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પર હુમલો કરતા કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે ધવ્સ્ત થઈ ગઈ છે. બીજાના કામમાં અડચણ ઉભી કરવા અને દરેક બાબત પર ગંદી રાજનીતિ કરવાને બદલે દરેક વ્યક્તિએ પોતપોતાના કામમાં ધ્યાન આપવું જોઈએ અને જો તે સંભાળી શકતા ન હોય તો રાજીનામું આપી દેવું જોઈએ જેથી અન્ય કોઈ કામ કરી શકે.
લોકોની સુરક્ષા રામના ભરોસે છોડી શકાય નહીં. દિલ્હીના કેબિનેટ મંત્રી સૌરભ ભારદ્વાજે લેફ્ટનન્ટ ગવર્નર પર નિશાન સાધતા કહ્યું, ‘એલજી સાબ પાસે માત્ર બે જ કામ છે – પોલીસ અને ડીડીએ. નવા એલજી સાબના આગમન બાદ દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી છે.