વડોદરા : વડોદરા શહેર અને જીલ્લામાં વકરી રહેલા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોનો ફેલાવો થતો અટકાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી છે.મચ્છરોની ભક્ષક કહેવાતી ગપ્પી માછલીઓને જ્યાં પાણીનો ભરાવો થતો હોય તેવા 76 સ્થળો પર આ માછલીઓ છોડવામાં આવી છે.અને આગામી સમયમાં પણ આ કામગીરી ચાલુ રહેશે.જેથી મહદઅંશે મચ્છરજન્ય રોગો પણ કાબુ મેળવી શકાય. વડોદરા શહેરમાં માથું ઊંચકી રહેલા ડેન્ગ્યુ ,ચિકનગુનિયા ,જેવા રોગોને ડામવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે.
જેમાં મચ્છરોના આશ્રય સ્થાન જેવા કે જ્યાં પાણીનો ભરાવો થતો હોય તેવી જગ્યાઓ પર મચ્છરોની ભક્ષક એવી ગપ્પી માછલીઓ છોડવામાં આવી રહી છે.આ અંગે કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ચેરમેન ડો.રાજેશ શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે ગપ્પી માછલીઓ આપણે ત્યાં ઘણા વર્ષોથી વપરાતી એક જૈવિક સાધન છે. જે મચ્છરોના સર્જન સામે ખૂબ જ વૈજ્ઞાનિક ઢબે લડે છે.કારણ કે આ માછલી સરળતાથી મળે છે.એનો મુખ્ય ખોરાક મચ્છરના ઈંડા અને ઈંડા માંથી જે પૌરા તરત નવા બચ્ચા બને એ તેનો મુખ્ય ખોરાક છે.તો આ માછલી છોડવાથી લગભગ સોથી દોઢસો ઝુંડ એમાં એક એક માછલી ભક્ષણ કરે છે. અને સાથે સાથે આ માછલીનું જીવન પણ એક વર્ષ સુધીનું છે.જે પાણી આપણી પાસે સ્થિર ભરાઈ રહ્યું છે. માનો કે કોઈ કુંડ છે હોજ છે.તેવી બધી જગ્યાઓ પર આ માછલીઓનો ચોક્કસ ઉપયોગ કર્યો છે.
કોર્પોરેશન દ્વારા કે એનાથી જે મચ્છરનું ઉત્પન્ન સ્થાન છે.તેની પર કાબૂ લાવી શકીએ છે.અને મચ્છર જન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ અને ચીકનગુનિયા , મેલેરિયાએ રોગો ઉપર મહદ અંશે એના પર કાબૂ આવે છે.વડોદરામાં અત્યાર સુધીમાં 76 જગ્યાએ આ માછલીઓ ચાલુ વર્ષે છોડવામાં આવી છે.પરંતુ હવે અમારું અનુમાન એવું છે કે આગામી સમયમાં દિવસ દરમિયાન જ્યાં જ્યાં ખુલ્લા સ્પોર્ટ છે.જ્યાં પાણીનો ભરાવો વધુ થતો હોય ત્યાં આ માછલીઓનો ઉપયોગ કરી પ્રાથમિક ટ્રીટમેન્ટના ભાગરૂપે લઈને આ કાર્ય કરવામાં આવશે.અને ચોક્કસ આ માછલી ફળદાયી સાબિત થશે.સાથે જ નગરજનોને પણ જાતે પોતાની કાળજી લેવાની છે.આપણા ઘરોમાં અગાસી ઉપર ખુલ્લી ટાંકીમાં કે પાછળ પડી રહેલા ભંગારમાં તેમજ પ્લાસ્ટિક ટાયર ટ્યૂબ પડી રહ્યા હોય આ તમામમાં જે પાણી ભરાઈ રહ્યું છે.તેમાંથી જ આ મચ્છરો પેદા થાય છે.
અને તેના દ્વારા ઘરોમાં પણ આવશે.જેથી આપણા જ પરિવારના નાના બાળકો તેમજ સભ્યોને ડેન્ગ્યુ અને ચીકનગુનિયા જેવી બીમારી થશે માટે આજે જ જાગૃત થઈએ એક કલાકનો સમય કાઢીએ અને આ બધું જ પાણી જે આપણી આજુબાજુમાં એકત્ર થયું છે. ભેગું થઇ ગયું છે.ઘરમાં એનો સૌપ્રથમ નિકાલ કરીએ. ખાસ કરીને નવી કન્સ્ટ્રકશન સાઇટમાં તે લોકોએ વિશેષ ધ્યાન રાખવાનું છે.કારણ કે તેમના લીધે આજુબાજુની જે વસ્તી છે.તે વસ્તીમાં રહેતા લોકોને આ સંક્રમણ ન લાગે તે જોવાની નૈતિક જવાબદારી પણ આપણા સૌની છે.તો સૌ કન્સ્ટ્રકશન સાઈટના લોકોએ પણ પોતાની ત્યાં એકત્ર થતું પાણીનો નિકાલ કરવો,જરૂર લાગે તો પાણીનો છંટકાવ કરવો અને લાગે ત્યાં કોર્પોરેશનનું ધ્યાન દોરો જેથી સૌ સાથે મળી આ બીમારીને લડત આપી શકીએ.