SURAT

સિવિલમાં બાળકીને હાથમાં ઉપાડી દોડતાં એમ્બ્યુલન્સ ડ્રાઇવરને જોઈ તબીબો ચોંકી ગયા

સુરત: સિવિલ હોસ્પિટલનો (Civil Hospital) ડ્રાઇવર (Driver) ત્રીજા માળેથી પટકાયેલી બાળકીને ઉપાડી 100 મીટર દોડીને ટ્રોમાં સેન્ટર લઈ આવતાં માનવતાનું જીવતું ઉદાહરણ સામે આવ્યું હતું. એટલું જ નહીં પણ બાળકીને હાથમાં ઉપાડી દોડતાં એમ્બ્યુલન્સના ડ્રાઇવરને જોઈ તબીબો (Doctor) પણ ચોંકી ગયા હતા.

  • આશિષ ડૂબે નામનો ડ્રાઈનર બાળકીને ઉપાડી 100 મીટર દોડી ટ્રોમાં સેન્ટર લઈ આવ્યો
  • ત્રીજા માળેથી પટકાયેલી 8 માસની બાળકીનો આબાદ બચાવ, બાળકીને સામાન્ય ઈજા થઈ

આશિષ ડૂબે નામના ડ્રાઈવરે જણાવ્યું હતું કે, રીક્ષામા આવેલી મહિલા ઇજાગ્રસ્ત અને રડતા માસુમ બાળકને હાથમાં ઉપાડી ભટકતી હતી. પૂછપરછ કરતા ઘટનાની ગંભીરતાની જાણ થઈ અને બસ મદદ કરવાના ઇરાદે દોડીને બાળકીને ટ્રોમાં સેન્ટર લઈ આવ્યો હતો. તબીબોએ જણાવ્યું હતું કે, ત્રીજા માળેથી પટકાયા બાદ પણ 8 માસની માસુમને લગભગ માથામાં કોઈ ઇજા થઇ હોય એવું બહારથી લાગતું નથી હા પણ પગમાં ફેક્ચર લાગે છે. જેની તપાસ કર્યા બાદ જ માહિતી આપી શકાય છે.

માસુમની માતા પરવીન શેખએ જણાવ્યું હતું કે, તેઓ ઉનપાટિયા ભિંડી બજારમાં રહે છે. ઘટના લગભગ બપોરે 3 વાગ્યાની હતી. 8 માસની માસુમ દીકરી અનાયજાએ શૌચ કરતા કપડા બદલાવી સફાઈ કરી રહી હતી. ત્યારે અચાનક અનાયજા ત્રીજા માળેથી નીચે પટકાય હતી. લોકોની બુમાબુમ બાદ માસુમ દીકરીને રૂમમાં ન જોઈ ગેલેરી તરફ દોડી હતી. જ્યાં રાહદારીઓએ માસુમ અનાયજાને હાથમાં ઉપાડેલી જોઈ નીચે દોડી ગઈ હતી.

પૂછપરછ કરતા ખબર પડી કે, તે નીચે પટકાયેલી હાલતમાં મળી આવી છે. બસ રિક્ષામાં બેસાડી સંબંધી સાથે સિવિલ આવી હતી. જોકે, કયાં લઈ જવાનું એ ખબર નહિં પડતા પોસ્ટ મોર્ટમ રૂમ નજીક ભટકતી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પોસ્ટ મોર્ટમ નજીક એક રાહદારીએ પૂછતાં આખી ઘટના કહી હતી. એટલે રાહદારીએ બાળકીને ઉપાડી ટ્રોમાં સેન્ટર તરફ દોડી ગયો હતો. જેની પાછળ અમે દોડતા ગયા હતા. ટ્રોમાં સેન્ટરમાં રડતી માસુમ બાળકીની પ્રાથમિક તપાસ કર્યા બાદ બાળકીને લગભગ કોઈ ગંભીર ઇજા ન હોવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. મારી માસુમ બાળકીની મદદે આવેલા રાહદારીનું નામ પૂછતાં એ એમ્બ્યુલન્સનો ડ્રાઇવર આશિષ ડૂબે હોવાનું સામે આવ્યું હતું જેનો બે હાથ જોડી આભાર વ્યક્ત કર્યો હતો.

આશિષ ડૂબે (મદદગાર) એ જણાવ્યું હતું કે, હું આશ્ચર્યમાં પડી ગયો હતો. એક માતા અને એક મહિલા હાથમાં બાળકીને ઉપાડી દોડતા હતા. ક્યાં જવાનું એ ખબર ન હતી. બાળકી ખૂબ જ રડતી હતી. પૂછપરછ કરતા બાળકી ત્રીજા માળેથી પટકાય હોવાનું જાણવા મળ્યું હતું. એટલે બસ મદદ કરવાનું વિચાર્યું અને બાળકીને ઉંચકીને 100 મીટર દૂર ટ્રોમાં સેન્ટર લઈ આવ્યો એ મારી ફરજ અને માનવતા હતી.

Most Popular

To Top