SURAT

“પ્રિન્સ કે દાદાને મેરે સાથ ગંદા કિયા હૈ”, સુરતમાં આધેડે 7 વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા ચકચાર

સુરત: લિંબાયત વિસ્તારમાં ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. પોતાના પૌત્રની સાથે પડોશમાં રહેતી 7 વર્ષની બાળકીને પણ સ્કૂલમાં મૂકવા અને લેવાં જતા 52 વર્ષના આધેડએ બાળકી સાથે સૃષ્ટિ વિરુધનું કૃત્ય આચર્યું છે. જે અંગેની જાણ થતાંબાળકીના પરિવારે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

  • લિંબાયતમાં વાસણની દુકાન ચલાવતા આધેડનું 7 વર્ષની બાળકી સાથે સૃષ્ટિવિરુધનું કૃત્ય
  • આરોપી મહેન્દ્ર શાહ બાળકીને તેના પૌત્રની સાથે સ્કૂલમાં મૂકવા અને લેવા જતાં હતા
  • બાળકી પડોશમાં રહેતા બાળકના ઘરે રમવા જતાં તેના દાદા બાળકીને ઘર નીચે ગોડાઉનમાં લઈ ગયા હતા

લિંબાયત વિસ્તારમાં રહેતી 25 વર્ષીય જૈન મહિલાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં તેની બાળકી સાથે સૃષ્ટિવિરૂધનું કૃત્ય કરનાર મહેન્દ્ર મુકેશ શાહ (ઉ.વ.52, રહે. ગલી.ન.૦૧, સુભાષનગર, લિંબાયત) ની સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાને એક 7 વર્ષની મોટી દીકરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની દીકરીનો સ્કુલમાંથી છુટવાનો ટાઇમ થયો હતો.

રોજની જેમ તેમની બાજુની ગલીમાં રહેતા મહેન્દ્ર મુકેશ શાહ તેમની દીકરીને તેના પૌત્રની સાથે એમઇટી, સ્કુલ ખાતેથી સાંજે સાડા પાંચેક વાગ્યાની આજુબાજુ તેમની દુકાન પર છોડી ગયા હતા. થોડીવાર બાદ મહિલાના સસરા આવતા પૌત્રીને ઘરે લઈ ગયા હતા. રાત્રે મહિલા દુકાનેથી ઘરે ગઈ ત્યારે તેની સાસુએ જે વાત કરી તે સાંભળીને તેના પગ તળીયેથી જમીન ખસી ગઈ હતી.

સાંજે બાળકીએ તેની દાદીને આવીને કહ્યું કે “પ્રિન્સ કે દાદાને મેરે સાથ ગલત કિયા હૈ” . દાદીએ બાળકીને પ્રેમથી પુછ્યું તો બાળકીએ સમગ્ર ઘટના જણાવી હતી. જે સાંભળીને બાળકીની દાદીના હોંશકોશ ઉડી ગયા હતા. મહિલાએ આ અંગે તેના પરિવારના સભ્યોને વાત કરી હતી. બાળકીના પિતાએ આ અંગે લિંબાયત પોલીસમાં ફરિયાદ કરવાનું કહેતા પરિવારે ફરિયાદ નોંધાવી હતી. આરોપી તેના ઘર પાસે વાસણની દુકાન ચલાવે છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.

બાળકીના મોઢે દાદી આ વાત સાંભળી હેબતાઈ ગઈ
“મેં બાજુ વાલે પ્રિન્સ કે ઘર મેં ખેલને ગઇ થી તબ પ્રિન્સ કે દાદાને મુજે ઉનકે નીચે કે ઘર કે ગોડાઉન મેં લેકે ગયે થે ઓર મેરે કો ઉનકી ગોદ મેં બિઠાયા ઓર બાદ મેં મેરે કો કેરેટ પે બિઠાયા ઔર ઉન્હોંને ઉનકી પેન્ટ ઉતારી ઓર મેરે કો મુંહ ખોલને કો બોલા. ઔર બાદ મેં ઉન્હોંને મેરે મુંહ મેં ડાલા ઔર ઉન્હોંને બોલા કે યે લોલીપોપ હૈ, બડા મુહ ખોલ…ઐસા બોલ કે મેરે મુંહ મેં ડાલા ઔર ધક્કા લગાને લગે બાદ મેં બહાર નિકાલ દિયા. બાદ મેં મેરે કો બોલા કે યે બાત કિસી કો બતાના મત, ઇસ લીયે મેં ડર ગઈ ઔર ઘર પે આ ગઈ”

Most Popular

To Top