Vadodara

રાજુ ભટ્ટનું દુષ્કર્મ બાદ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

વડોદરા : એલએલબીનો અભ્યાસ કરતી હરીયાણાની વિદ્યાર્થિનીને નિર્દયતાપૂર્વક ઢોરમાર મારીને પાશ્વી બળાત્કાર ગુજરનાર નરાધમ રાજુ ભટ્ટને ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં રજુ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ગોત્રી પોલીસ મથકે તા.19 સપ્ટેમ્બરના રોજ દુષ્કર્મના ગંભીર ગુનાની 13 કલમો મુજબ પીડિતાએ નોંધાવેલી ફરિયાદમાં શહેરના પ્રતિનિષ્ઠિત કહેવાતા ચાર્ટડ એકાઉન્ટના અશોક જૈન અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી હેમંત ઉર્ફે રાજુ ત્રંબકલાલ ભટ્ટના (રહે.મિલનપાર્ક સોસા. નિઝામપુરા, વડોદરા) નામ ખુલતાં જ શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. બંને નરાધમો કલંકીત કૃત્ય ઉપર ઢાંકપિછોડો કરવા ભૂગર્ભમાં ઉતરીને પોલીસથી બચવા બેહદ ધમપછાડા કર્યા હતા.

જોકે, ક્રાઈમ બ્રાંચે એક સપ્તાહ સુધી હાઈપ્રોફાઈલ કેસની તપાસમાં અથાક જહેમત આદરીને અત્યંત ચાલાક મનાતા રાજુ ભટ્ટને તા.28 સપ્ટેમ્બરના રોજ જૂનાગઢ શહેરમાંથી ઝડપી પાડ્યો હતો અને 29મીના રોજ આરટીપીસીઆરનો ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ ધરપકડ કરી હતી. સંસ્કારી નગરીમાં બનેલી કલંકીત ઘટનામાં સિધા સંડોવાયેલા રાજુ ભટ્ટના ગુનાની સધન તપાસાર્થે તપાસ અિધકારી વી.આર. ખેરે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો.

મેજીસ્ટ્રેટ સમક્ષ સરકાર તર્ફે હાજર ધારાશાસ્ત્રીએ 14 દિવસના રિમાન્ડની માગણી કરતા જણાવેલ કે, સમાજ વિરોધી જધન્ય કૃત્ય કરેલ છે. પીડિતાના ફોટા કઈ રીતે પાડ્યા છે? બેડરૂમમાં સ્પાય કેમેરા કોણે અને કેવી રીતે ગોઠવ્યા છે. આવેલા નગ્ન ફોટા પીડિતાને મોકલવાનું કારણ શું છે? તે બાબતે આરોપી સંતોષકારક જવાબ આપતો નથી.

આરોપીએ તા.4 સપ્ટેમ્બરના રોજ પીડિતા ઉપર બળાત્કાર ગુજાર્યા બાદ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું. તેના ઘરમાં કઈ કઈ જગ્યાએ બળાત્કર ગુજાર્યો હતો તે તપાસ કરવાની છે. સ્પાય કેમેરામાંથી ફોટા આરોપી પાસે કઈ રીતે પહોંચ્યા છે. ફોટા વાયરલ કરવામાં કોણ કોણ સંડોવાયેલા છે? પીડિતાને કયા કયા મળ્યા હતા. સહારાની ડિલ બાબતે શું હકીકત છે. અશોક જૈન વારંવાર ઈન્વેસ્ટરોને ખુશ કરવા જણાવતા હતા. આ ડીલમાં કોણ કોણ ઈન્વેસ્ટરોને ખુશ કરવા જણાવતા હતા. આ ડિલમાં કોણ કોણ ઈન્વેસ્ટરો છે. આરોપીએ કોના મારફતે પીડિતા સાથે સમાધાન કરવાના પ્રયત્નો કર્યા છે.

આરોપી જૂનાગઢ તરફ કયા વાહનમાં ગયો હતો. કોણે આશ્રય આપ્યો હતો. આરોપી તથા કાનજી મોકરિયાનું ક્રોસ ઈન્વેસ્ટીગેશન કરવામાં આવ્યું છે છતાં હજુ ઘણું ખરુ બાકી છે. આરોપી પોલીસ કાર્યવાહીથી સંપૂર્ણ માહિતગાર છે. સત્ય હકીકત જણાવતો નથી. બંને પક્ષોની ધારદાર દલીલો અને પુરાવા ધ્યાને લેતા મેજિસ્ટ્રેટ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરીને આરોપીને પોલીસ કસ્ટડીમાં સોંપતા વધુ તપાસનો હુકમ કર્યો હતો.

રાજુ ભટ્ટને પાવાગઢના ટ્રસ્ટીપદેથી હટાવવા ટ્રસ્ટીઓના હાથ હજુ પણ કેમ ધ્રૂજે છે?

સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર ટ્રસ્ટના સર્વેસર્વા બની ગયેલા રાજુભટ્ટનો પાપનો ઘડો ફૂટ્યો છે ખુદ રાજુ ભટ્ટે પીડિતા સાથે ચાર ચાર વાર વખત સંબંધ બાંધ્યાની કબુલાત કરી છે પરંતુ આશ્ચર્ય એ વાતનું છે કે તે હજુ પણ પાવાગઢ મંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટીપદે યથાવત છે
રાજ્યભરમાં ચકચાર જગાવી દેનાર ગોત્રીના હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કાંડની તપાસમાં નીતનવા ખુલાસાઓ અને નવા નામો સામે આવી રહ્યા છે આરોપી રાજુ ભટ્ટની ધરપકડ બાદ પોલીસ તપાસમાં રાજુએ સ્વીકાર્યું છે કે તેણે LLB નો અભ્યાસ કરતી પીડિતા યુવતી સાથે જે પણ થયુ તે યુવતીની સહમતીથી થયુ હતું છે અને ચાર વાર વખત સંબંધ બાંધ્યાની કબુલાત પણ કરી છે મંદિર ટ્રસ્ટના સર્વેસર્વા બની રોફ બતાવતા રાજુભટ્ટની દોમ સાહેબીનો નશો ઉતારી ગયો છે.

રાજુભાત્તની પાપલીલાઓનો ઘડો હવે છલકાઈ ગયો છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે રાજુભટ્ટ પર પાવાગઢ મંદિર ટ્રસ્ટના આગેવાનો આટલા ઓળઘોળ કેમ.? કેમ રાજુભટ્ટ હજુ પણ પાવાગઢ મંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટીપદે યથાવત છે પાવાગઢ મંદિર ટ્રસ્ટીઓને હજુ કયા પુરાવાઓ જોઈએ છે રાજુભટ્ટની કબુલાત બાદ ટ્રસ્ટીપદેથી દુર કરવા ટ્રસ્ટીઓના હાથ હજુ કેમ ધ્રુજે છે તેની પાછળ કદાચ કોઈ મોટું કારણ હોય શકે છે પરંતુ ટ્રસ્ટીઓના મૌનથી ભક્તોમાં આઘાતની લાગણી ફેલાઈ છે રાજુ ભટ્ટ સામે બળાત્કાર જેવો અધમ આરોપ લાગ્યા બાદ ટ્રસ્ટીઓએ રાજુભટ્ટના કહેવાથી સેક્રેટરી પદેથી રાજીનામું સ્વીકાર્યું હતું જોકે રાજુ ભટ્ટ હજુય ટ્રસ્ટીપદે યથાવત છે તે હકીકત છે ત્યારે ટ્રસ્ટીઓની ચુપકેદી રહસ્યમય બની રહી છે

રંગીલા રાજુના રંગમાં કેટલાય રંગાયા હોવાની પણ ચર્ચા

વડોદરાના હાઈપ્રોફાઈલ રેપ કેસમાં જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમતેમ નવા નવા ખુલાસો પણ બહાર આવી રહ્યા છે દુષ્કર્મ કાંડની તપાસ ફરતે મોટું કુંડાળું રચાઈ રહ્યું છે જેમાં નિત નવા દિવસે નવા નવા નામો પણ સામે આવી રહ્યા છે ત્યારે દુષ્કર્મ કાંડના કુંડાળામાં અનેકના પગ પડ્યા હોવાની ચર્ચાએ પોલીસ સાચી દિશામાં તપાસ કરે તો વધુ સ્ફોટક ખુલાસા થઇ શકે છે રંગીલા રાજુભટ્ટની રંગીન લાઈફ સ્ટાઇલને કારણે અનેક લોકો રાજુના રંગે રંગાયા હોવાની વાતને પણ નકારી શકાતી નથી રાજુભટ્ટ અને CA અશોક જૈનની સેવાઓનો કેટલાય લોકોએ લાભ લીધાની પણ ચર્ચાઓ હવે જોર પકડી રહી છે જેમાં કેટલાક સરકારી અધિકારીઓ અને શહેરના કેટલાક મોટામાથાઓ કોઈ ને કોઈ પ્રકારે સામેલ હોવાનું કહેવાય છે જો પોલીસ યોગ્ય દિશામાં અને તટસ્થ રીતે તપાસ કરે તો આવનાર સમયમાં રાજ્યભરમાં ચકચાર જગાવી દેનાર ગોત્રીના હાઈપ્રોફાઈલ કેસમાં અનેક લોકોના ચહેરા પરથી શરાફતનો નકાબ ઉતરી શકે છે ત્યારે પોલીસની તપાસ બાદ જ વધુ હકીકતો બહાર આવી શકે છે ખેર અશોક જૈનના પકડાયા કયા મહેમાનની કેવી મહેમાનગતિ કરાઈ તેના પર થી પડદો ઉચકાય શકે છે..?!!

રાજુ ભટ્ટના સ્પર્મ તપાસાર્થે સુરત FSL ખાતે મોકલી દેવાયા

ચર્ચાસ્પદ બની રહેલા હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કાંડમાં ક્રાઈમ બ્રાંચની તપાસ આગળ વધી રહી છે ક્રાઈમ બ્રાન્ચે દુષ્કર્મના આરોપી રાજુ ભટ્ટને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા જોકે એ પહેલાં રાજુ ભટ્ટને  ગોત્રી મેડિકલ હોસ્પિટલ ખાતે મેડિકલ પરીક્ષણ માટે લઈ જવામાં  આવ્યો હતો જ્યાં તેના સ્પર્મના સેમ્પલ લેવાયા હતા જે સેમ્પલ વધુ તપાસઅર્થે  સુરત FSL ખાતે મોકલી આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ રાજુ ભટ્ટને એસએસજી હોસ્પિટલમાં પણ તપાસાર્થે લઈ જવામાં આવ્યો હતો. સમગ્ર કાંડમાં રાજુ ભટ્ટે પીડિતા યુવતી સાથે સંમતિથી ચાર વખત જુદી જુદી જગ્યાએ શરીર સંબંધ બાંધ્યો હોવાની પણ કબુલાત કરી છે.

Most Popular

To Top