ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના લખીમપુર ખેરી(Lakhimpur Kheri)માં બુધવારે સવારે ખાનગી બસ(Bus) અને ટ્રક(Truck) વચ્ચે ગંભીર અકસ્માત(Accident) સર્જાયો હતો. આ અકસ્માતમાં 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જેમાંથી ઘણા લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. માહિતી મળતાં જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને વાહનોમાં ફસાયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા બાદ રસ્તા પરથી હટાવવાનું કામ શરૂ કર્યું છે.
- લખીમપુર ખેરીમાં ગમખ્વાર અકસ્માત
- બસ-ટ્રક વચ્ચે અથડામણમાં આઠના મોત, 30થી વધુ ઘાયલ
- મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો
પોલીસે જણાવ્યું કે આ ઘટના બુધવારે સવારે ઇસાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના એરા ખમરિયા પુલ પાસે બની હતી. બસ ધૌરહરાથી લખીમપુર તરફ આવી રહી હતી. જોકે ટ્રક કઈ દિશામાંથી આવી રહી હતી તે હજુ સ્પષ્ટ થયું નથી. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે બસમાં સવાર તમામ ઘાયલોને બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યારે ડોક્ટરોએ છ લોકોને મૃત જાહેર કર્યા છે, જ્યારે બાકીના લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એડીએમ સંજય કુમારના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે બસમાં કુલ 50 થી વધુ લોકો સવાર હતા. તેણે જણાવ્યું કે સામ-સામે ટક્કર થવાને કારણે આ અકસ્માત થયો હતો.
ઘણા ઘાયલને લખનઉ રિફર કરાયા
લખીમપુરના એડીએમ સંજય કુમારે જણાવ્યું કે આ અકસ્માતમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક ડોક્ટરોએ તેને તાત્કાલિક મોટી હોસ્પિટલમાં દાખલ કરવા કહ્યું છે. આ તમામ ઘાયલોને લખનઉના ટ્રોમા સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે બાકીના ઘાયલોની સારવાર માટે અહીં ડોક્ટરોની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. બીજી તરફ ડીએમ મહેન્દ્ર બહાદુર સિંહે જણાવ્યું કે, પાંચ ઘાયલોને લખનઉ રિફર કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો
દુર્ઘટનાની માહિતી મળતાં જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો અને મૃતકોના પરિવારજનોને પ્રોત્સાહન આપ્યું. તેમણે કહ્યું કે તેઓ આ સંકટની ઘડીમાં પીડિત પરિવારની સાથે છે. તેમણે પોલીસ અને પ્રશાસનના અધિકારીઓને તમામ ઘાયલોની સારી સારવાર માટે વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો છે.