SURAT

સુરતમાં રમતા રમતાં 8 વર્ષનો બાળક ખોવાઈ ગયો, 170 કિ.મી. દૂરથી મળ્યો

સુરત: વાલીઓની ચિંતા વધારનારો કિસ્સો સુરતમાં બન્યો છે. અહીં એક 8 વર્ષનો બાળક રમતા રમતા ગુમ થયો હતો. બાળક રેલવે સ્ટેશન પહોંચી ત્યાંથી એક ટ્રેનમાં બેસી ગયો હતો. જે 170 કિ.મી. દૂરથી મળ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ તા. 8 જુલાઈએ ઉધના વિસ્તારમાંથી 8 વર્ષનું બાળક ગુમ થયો હતો. તે પિતા સાથે સિલાઈ મશીનનાખાતા પર ગયો ત્યારે ત્યાંથી ખોવાઈ ગયો હતો. આસપાસ કશે યુસુફ નહીં મળતા માતા પિતાએ પોલીસને જાણ કરી હતી. ઉધના પોલીસે ચાર ટીમ બનાવી બાળકની શોધ હાથ ધરી હતી.

ઉધના પોલીસે જ્યારે CCTV ફૂટેજ તપાસ્યા તો ચોંકાવનારો ખુલાસો થયો હતો. બાળક એકલો રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. બાળક રેલવે સ્ટેશનની અંદર જઈ ટ્રેનમાં ચડી ગયો હતો. તે નંદુરબાર જતી ટ્રેનમાં બેઠો હતો. સુરત પોલીસે તાત્કાલિક નંદુરબાર રેલવે પોલીસને જાણ કરી હતી. આખરે બાળક સુરતથી 170 કિ.મી. દૂર ટ્રેનમાંથી સુરક્ષિત મળી આવ્યો હતો. સુરત ઉધના પોલીસે તેના માતા-પિતાનું પણ કાઉન્સેલિંગ કર્યું હતું.

ડીસીપી ભગીરથ ગઢવીએ આ મામલે કહ્યું કે, રમતા રમતા બાળક ખોવાઈ ગયો હતો. પિતાને બાળક નહીં મળતા પોલીસનો સંપર્ક કર્યો હતો. નાનું બાળક ખોવાયો હોવાનો મામલો ગંભીરતાથી લઈ પોલીસે તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી. બાળક રેલવે સ્ટેશન ગયું હોવાનું સીસીટીવીમાં ખબર પડી હતી. સીસીટીવી ફૂટેજના આધારે બાળક કઈ ટ્રેનમાં બેઠો છે તે જોઈ તેને શોધી કાઢવામાં આવ્યો છે.

Most Popular

To Top