Business

અડાજણમાં નવનિર્મિત બિલ્ડિંગમાં ઘોડિયામાં સુતેલા 11 મહિનાના માસુમ બાળક પર લોખંડનો સળિયો પડતા મોત

સુરત: શહેરના અડાજણ (Adajan) વિસ્તારમાં આજે બુધવારે એક 11 મહિનાના માસુમે જીવ ગુમાવ્યો હતો. માતા-પિતા જ્યારે મજુરી કામ (Wage Work) કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. દીકરો નવનિર્મિત બિલ્ડીંગમાં (Newly constructed building) પારણામાં સુતો હતો. દરમિયાન તેની ઉપર લોખંડનો એક સળિયો પડ્યો હતો અને માસુમે જીવ ગુમાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ અડાજણ TGB હોટેલ પાસેની એક નવ નિર્મિત બિલ્ડીંગમાં ગ્રરાઉન્ડ ફ્લોર ઉપર રમતા 11 મહિનાના માસુમ બાળક ઉપર સળિયો પડતા તે મોતને ભેટ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. વધુમાં પરિવાર મૂળ દાહોદનું વતની હોવાનું અને નવનિર્મિત બિલ્ડિંગમાં મજૂરી કામ કરતું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ તપાસે તપાસ હાથ ધરી છે.

સમગ્ર મામલે પરિવારે જણાવ્યું હતું કે ઘટના સવારે 11:30ની હતી. પરિવાર બિલ્ડીંગમાં મજુરી કામ કરી રહ્યો હતો. દરમિયાન ચાર સંતાનોમાંથી સૌથી નાનો પુત્ર 11 મહિનાનો વૈદિક મનહરભાઈ આમલિયાર ઘોડિયામાં સૂતેલો હતો. ત્યારે અચાનક એક સળિયો બાળકના મોઢા ઉપર પડતા ગંભીર ઇજા થઇ હતી.

તાત્કાલિક માસુમ વૈદિકને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેમજ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક માસુમ વૈદિકને એક ભાઈ અને બે બહેનો હોવાનું પરિવારે જણાવ્યું હતું. તેમજ અડાજણ પોલીસે હાલ આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top