એક સમય હતો જયારે કાશ્મીરમાં તિરંગા લહેરાવાથી લોકો પણ ડરતા હતા અને કદાચ સરકાર પણ. પણ આ વખતે કાશ્મીરમાં દરેક સરકારી ઇમારત પર તિરંગો લહેરાયો. ખુદ ઉપરાજયપાલ મનોજ સિન્હાએ બે વખત ધ્વજારોહણ કર્યું. બીજી વખત ધ્વજારોહણ ઐતિહાસિક, પૌરાણિક અને અત્યંત દર્શનીય. હરિપર્વત કેન્દ્રશાસિત પ્રદેશ છે. ત્યાં પ્રથમ વખત તિરંગો લહેરાયો. એ સ્થાન એટલું ઊંચું છે કે તેને માત્ર કાશ્મીરના એરપોર્ટ પરથી જ જોઇ શકાય. વળી લહેરાતો આ તિરંગો પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં પણ દેખાશે. ભારત માતાની જય.
ગંગાધરા -જમિયતરામ હ. શર્મા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
કાશ્મીરમાં અમૃત મહોત્સવ
By
Posted on