રાજકોટ: અમરેલી (Amreli) જિલ્લાના ડુંગરના એક યુવાને ગામની યુવતી સાથે ભાગીને પ્રેમલગ્ન (Love marriage) ર્ક્યા હોવાના કારણે આ યુવતીના ભાઈ સહિત 7 વ્યક્તિઓએ અમરેલીમાંથી કારમાં તેનું અપહરણ ર્ક્યુ હતું. તેને મહુવા પંથકમાં એક વાડીની ઓરડીમાં ગોંધી રાખી લાકડીઓ વડે બેફામ માર માર્યો હતો. એટલું જ નહીં તેને નિર્વસ્ત્ર કરી વીડિયો (Video) ઉતારી ધમકી આપતા મામલો પોલીસ (Police) મથકે પહોંચ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના અમરેલીમાં રવિવારે બપોરે 12:30 વાગ્યાના સુમારે સબજેલના ગેટની બહાર બની હતી. રાજુલાના ડુંગર ગામે રહેતો 27 વર્ષિય નિરંજન દિનેશભાઈ સાગર નામના યુવકનું ડુંગર ગામના જ ધૃવિલ મનહરદાસ દુધરેજીયા તથા સાળા નિમેશ અને અન્ય પાંચ શખ્સોએ મળી કારમાં અપહરણ ર્ક્યુ હતું. એક સપ્તાહ પહેલા નિરંજનને તેના જ ગામમાં રહેતા ધૃવિલની બહેન સાથે પ્રેમ થતાં બંનેએ પ્રેમલગ્ન કરી લીધા હતા. જેથી આ યુવકનું અપહરણ કરવાના ઈરાદે આ શખ્સો કાળી કાર અને બાઈક લઈને અમરેલી આવ્યા હતા અને યુવકને બળજબરીથી કારમાં બેસાડી મહુવા તાલુકાના કળમોદર ગામની સીમમાં એક વાડીમાં લઈ ગયા હતા.
આ શખ્સોએ તેને ઓરડીમાં લાકડી વડે આડેધડ માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. એક શખ્સે બાવળના કાંટાવાળી લાકડી વડે માર માર્યો હતો અને શરીર પર સોળ ઉપસાવી દીધી હતી. એટલું જ નહીં તેને નિર્વસ્ત્ર કરી માર મારી વીડિયો ઉતાર્યો હતો અને વીડિયોમાં અપશબ્દો બોલવા માટે મજબૂર ર્ક્યો હતો. આ શખ્સોની ચુંગાલમાંથી છૂટ્યા બાદ નિરંજને અમરેલી સીટી પોલીસ મથકે દોડી જઈ સાતેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
જમીન બાબતે ઝઘડો થતાં મોટાભાઈએ નાના ભાઈ અને તેની પત્નીને ફટકાર્યા
વાંસદા : વાંસદાના ખડકીયા ગામે સગા ભાઈઓ વચ્ચે જમીન બાબતે ઝઘડો થતાં મોટાભાઈએ નાના ભાઈ અને તેની પત્નીને માર માર્યો હતો. નાનાભાઇની પત્નીને માથામાં લાકડાનો ફટકો વાગતા ઘાયલ થતાં હોસ્પિટલમાં ખયેડાયા હતા.
ખડકિયા ગામે ઉપલું ફળિયા ખાતે રહેતા રમેશભાઈ ગાયકવાડ પત્ની સાવિત્રીબેન સાથે પોતાની જમીનમાં ખેતીકામ કરી રહ્યા હતા, તે દરમિયાન તેમના ભાઈ સુરેશ ગાયકવાડ, તેની પત્ની કંચનબેન, તેમનો છોકરો કરન, છોકરી સંજના અને હિરલે આવી રમેશભાઈ અને તેમની પત્ની સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી.
ત્યારબાદ બીજા દિવસે સુરેશભાઈ અને તેમના પત્ની તથા તમામ સંતાનોએ હાથમાં લાકડા લઇ આવી રમેશભાઈ અને તેમની પત્ની સાથે મારામારી કરી સુરેશભાઈએ સાવિત્રીબેનના માથામાં લાકડાનો ફટકો મારી દેતા તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા. અને આજે તો તમને બંનેને પતાવી દેવાના છે એવી ધમકી આપવા લાગ્યા હતા. ત્યારબાદ રમેશભાઈએ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી સાવિત્રીબેનને વાંસદા કોટેજ હોસ્પિટલમાં દાખલ કરી હતી. સાવિત્રીબેનને માથામા પાંચ ટાકા લેવા પડ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે સાવિત્રીબેને સુરેશ ગાયકવાડ અને કંચનબેન, સંજના, કરન અને હિરલ ગાયકવાડ વિરુધ્ધ વાંસદા પોલીસ મથકે ફરિયાદ આપી હતી.