કોઇ માને ને માને, મુંબઇની ફિલ્મ – ટી.વી. – વેબસિરીઝ પર સૌથી વધુ આક્રમણ દિલ્હીના અભિનેતા અભિનેત્રીઓનું છે. વિત્યા દશેક વર્ષમાં જાણીતા થયેલા કોઇપણ કળાકારને પૂછો તો દરેક ત્રીજો કળાકાર દિલ્હીનો હોય એ શકય છે. (ગુજરાતી પૂછો તો કદાચ દરેક પાંચમા યા સાતમા ક્રમે હશે) દિલ્હી ટેલેન્ટથી ભરપૂર છે એવું કાંઇ નથી પણ દિલ્હીમાં ફિલ્મ કે સ્મોલ સ્ક્રિન ઇન્ડસ્ટ્રીઝ જેવું કાંઇ નથી એટલે તેઓ મુંબઇની જ ટ્રેન પકડે છે. હમણાં ‘સરદાર ઉદ્યમ’ ફિલ્મ આવી હતી તેમાં ભગતસિંઘનું પાત્ર અમોલ પરાશરે ભજવ્યું હતું. તે દિલ્હીનો જ છે. ભગતસિંઘનું પાત્ર તો બરાબર પણ ‘ટીવીએફ ટ્રિપલીંગ’ નામની વેબસિરીઝના ચિતવન શર્મા તરીકે પણ તે જાણીતો છે. કોંકણા સેન શર્મા સામે ‘ડોલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે’ થી તેણે ફિલ્મોમાં કામ કરવું શરૂ કરેલું અને હવે વેબસિરીઝમાં પણ તે એટલો જ ડિમાંડમાં રહે છે. ‘ટ્રાફિક’ ફિલ્મમાં મનોજ વાજપેયી સામે પ્રભાવક ભૂમિકા કરનાર અમોલને પ્રથમવાર લીડ રોલ ‘કેશ’ ફિલ્મમાં મળ્યો હતો. આઇ.આઇ.ટી.નો ગ્રેજયુએટ અમોલ આમ તો મિકેનિકલ એન્જિનીયર છે પણ એટલો મોટો જોબ છોડી અભિનય ક્ષેત્રમાં આવ્યો છે.
‘હોમ’ વેબસિરીઝની સફળતા પછી ‘ટ્રિપલીંગ’ની બે સીઝન પૂરી કરી ત્યારથી જ તેનો આત્મવિશ્વાસ વધી ગયો છે. તે ફિલ્મોથી વધારે વેબસિરીઝને જ પસંદ કરે છે એટલે ‘ટીવીએફ ટ્રિપલીંગ’ પછી ‘ટીવીએફ બિશ્ત પ્લિઝ’ બાદ ‘ઇટ હેપન્ડ ઇન હોંગકોંગ’, ‘રેડી ટુ મિંગલ’, ‘પરછાંઇ’ – જેવી સિરીઝ આવતી ગઇ. જોકે ફિલ્મો મળે તો તે કરી જ લે છે અને અત્યારે સુભાષ ઘઇ લિખીત ‘૩૬ ફાર્મહાઉસ’માં આવ્યો હતો. લોકડાઉન દરમ્યાન બાપ-દિકરા બન્ને ગામડામાં પાછા વળે છે અને ફાર્મહાઉસ લે છે. ફિલ્મમાં પિતાની ભૂમિકા સંજય મિશ્રા અને પુત્ર હેરીની ભૂમિકા અમોલ પરાશર ભજવી છે. આ ફિલ્મના નિર્માતા, લેખક, સંગીતકાર સુભાષ ઘઇ છે. હમણાં ૨૧મી જાન્યુઆરીએ જ ઝીફાઇવ પર આ ફિલ્મ રજૂ થઇ હતી. હવે તે ‘મની દેવો ભવ’માં નીના સરકાર સાથે આવી રહ્યો છે. આજે યુવાનો કોઇપણ રીતે ઝડપથી ધનવાન થવા માંગે છે તેની વાત છે. અમોલ પરાશર ખૂબ બધી શોર્ટ ફિલ્મોમાં પણ કામ કરી ચુકયો છે. ‘ઇન ફલેટેડ રેટોરિક’માં તે અને તાહિર રાજ ભસીન હતા.
પછી ‘ધ નાઇટ વિથ ધ સસ્પેકટ’, ‘ધ મિરર’, ‘સ્કવેર ૧’, ‘ફેમસ’, ‘આઝાદ’, ‘મામાઝ બોય’ ‘ઇશ્ક કી ગુગલી’, ‘વેક અપ’ જેવી લઘુફિલ્મોમાં કામ કર્યું છે. હવે શોર્ટ ફિલ્મોની ખૂબ ડિમાંડ છે અને તેમાં સારા વિષય પણ હોય છે. ‘મામાઝ બોય’ ‘ઇશ્ક કી ગુગલી’, ‘વેક અપ’ જેવી લઘુ ફિલ્મોમાં કામ કર્યું છે. હવે શોર્ટ ફિલ્મોની ખૂબ ડિમાંડ છે અને તેમાં સારા વિષય પણ હોય છે. ‘મામાઝ બોય’ માં તેની સાથે અદિતી રાવ હૈદરી, નીના ગુપ્તા, એશા ચોપરા હતા. જેમાં ‘મહાભારત’ ને આધુનિક રીતે દર્શાવાય હતી. ‘સ્કવેર ૧’ માં તેની સાથે માનવી ગગરુ હતી. અમોલને લાગે છે કે શોર્ટ ફિલ્મો હવે ઓટીટી પ્લેટફોર્મ પર ખૂબ મહત્વની બની ગઇ છે. પ્રેક્ષકો તેને રસપૂર્વક જુએ છે તો શા માટે તેમાં કામ ન કરવું? અમોલની ઓળખ આઇકોનિક રાઇઝિંગ સ્ટાર તરીકે થાય છે.