ભરૂચ: આમોદ (Amod)તાલુકાના જૂના કોબલા ગામે(Old Collaba Village) મજૂરીકામ કરતા એક શખ્સનો પગ ઢાઢર(Dhadhar) નદીમાં (River) લપસી જતાં મગર ખેંચી ગયો હતો. બપોરે ઢાઢર નદીમાં શખ્સને ખેંચી ગયા બાદ અડધા કલાક બાદ ગ્રામજનોએ તેનો મૃતદેહ મગર (Crocodile) પાણીમાં લઈને ફરતો જોયો હતો. મગરના ડરને કારણે મૃતદેહ પાણીમાંથી બહાર કઢાયો નથી. આથી NDRF ટીમને જાણ કરતાં કાર્યવાહી હાથ ધરાય એમ લાગી રહ્યું છે.આમોદ તાલુકાના જૂના કોબલા ગામે હસુ ભાયલાલ રાઠોડ મજૂરીકામ કરે છે.
- અડધો કલાક બાદ તેની લાશ મગર પાણીમાં લઈને ફરતો હોવાનું જોયું
- મગરના ડરને કારણે મૃતદેહ પાણીમાંથી બહાર કઢાયો નથી
મૃતદેહ મગર પાણીમાં લઈને ફરતો હોવાનો વિડીયો વાયરલ
બુધવારે બપોરે આસપાસ ૧ વાગ્યે હસુ રાઠોડ ઢાઢર નદી કિનારે પાળ પરથી પસાર થતાં એકાએક પગ લપસતાં સીધા પાણીમાં પડી ગયા હતા. પાણીમાં પડતાની સાથે બાજુમાં ફરતા મગરની ચુંગાલમાં આવી જતાં તેને ખેંચી ગયો હતો. સમગ્ર ઘટના બાદ ગ્રામજનોએ અડધો કલાક બાદ તેની લાશ મગર પાણીમાં લઈને ફરતો હોવાનું જોયું હતું. આ નદીમાં મગરની વધારે સંખ્યા હોવાથી તેને બચાવવા માટે કોઈએ અંદર ઊતરવાની હિંમત કરી ન હતી. હસુભાઈનો મૃતદેહ મગર પાણીમાં લઈને ફરતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો.ગ્રામજનોએ તેનો મૃતદેહ મગર પાણીમાં લઈને ફરતો જોયો હતો. મગરના ડરને કારણે મૃતદેહ પાણીમાંથી બહાર કઢાયો નથી. આથી NDRF ટીમને જાણ કરતાં કાર્યવાહી હાથ ધરી હતી.
NDRF ટીમને તેને કાઢવાની કાર્યવાહી હાથ ધરી
આ બાબતે સાંજે લખાઈ છે ત્યાં સુધી લગભગ પાંચેક કલાકમાં હસુ રાઠોડનો મૃતદેહ હજુ બહાર કઢાયો નથી. જે માટે NDRF ટીમને જાણ કરતાં તેને કાઢવાની કાર્યવાહી હાથ ધરનાર હોવાનું જાણવા મળ્યું છે.સમગ્ર ઘટના બાદ ગ્રામજનોએ અડધો કલાક બાદ તેની લાશ મગર પાણીમાં લઈને ફરતો હોવાનું જોયું હતું.