સુરત: માંડવી (Mandavi) તાલુકામાં દરવાજાવાળો વેર-2 (આમલી) ડેમ (Dam) આવેલો છે. ડેમની પુર્ણ સપાટી 115.80 મીટર છે. રાજય સરકાર દ્વારા ચોમાસા દરમ્યાન ડેમનું નિયત રૂલ લેવલ નક્કી કરવામાં આવ્યું છે. આ રૂલ લેવલ સપાટી (Rule level surface) જોઈએ તો તા.1-7-2023ના રોજ રૂલ લેવલ 111 મીટર, તા.1-8-2023ના રોજ 113 મીટર, તા.1-9-2023ના રોજ 115 મી., તા.1-10-2013ના રોજ 115.80 મી. નિયત કરવામાં આવી છે.
આજે તા.31/7/2203 ના રોજ 12 વાગે ડેમની સપાટી 112.90 મીટર પહોંચી છે. હાલમાં આમલી ડેમ (વેર-2 ડેમ)માં તેની કુલ પાણી સંગ્રહશક્તિના 59.57 % જથ્થો ભરાયેલ છે. પાણીનો ઇનફલો 201 ક્યૂસેકસ નોંધાયો છે. હાલમાં ચાલુ માસે જળાશયનું રૂલ લેવલ તા.31/07/2023ના રોજ 113 મીટર જાળવવા પુરની પરિસ્થિતી ન સર્જાય તે ધ્યાને લઈ આજરોજ સાંજે 6 વાગ્યાથી આમલી ડેમમાંથી ૧ (એક) ગેટ 0.10 મીટર(10 સે.મી) ખોલવામાં આવશે.
દરવાજા મારફતે 10 (સો) ક્યૂસેકસ પાણી છોડવાનું આયોજન છે. જે ધ્યાને લઈ ડેમમાં હેઠવાસમાં નદી કિનારે આવેલ પૂરથી અસરગ્રસત થાય તેવા માંડવી તાલુકાના ગામોના નાગરિકોને નદીમાંથી અવર-જવર ન કરવા તેમજ ઢોર-ઢાંખર પણ નદી-પટમાં ન લઈ જવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આમલીડેમ માંથી છોડવામાં આવેલ પાણી કીમ નદી કે ઓલપાડ તાલુકામાં જતું નથી પરંતુ આમલી ડેમનું પાણી તાપી નદીમાં માંડવી તાલુકાના વરેલી ગામ પાસે મળે છે.
વેર-2 (આમલી)ડેમના હેઠવાસમાં આવેલા માંડવી તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં જોઈએ તો, ગોરધા, અમલસાડી, કરવલી, કાછીયા બોરી, ગોદાવાડી, ગવાચી, ગોડસંબા, ગંગાપુર, બુણધા, દેવગીરી, માલદા, લીમદા, કોલખાડી, દેવગઢ, આંધરવાડી, જુનવાણ, વીસડાલિયા, ફુલવાડી, મોરીઠા, સાલૈયા, વાલરગઢ, ખરોલી, પીપરીયા, વરેલી, આમલી, કાલીબેલ, પારડી એમ 27 ગામોના નાગરિકોને નદીમાંથી અવર-જવર ન કરવા તેમજ ઢોર-ઢાંખર પણ નદી-પટમાં ન લઈ જવાનો વેર-૨ યોજના વિભાગ-વ્યારાના કાર્યપાલક ઈજનેર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.