કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. આવતીકાલે અમીત શાહ સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર વૈષ્ણોદેવી સર્કલ પર દોઢ કિમી લાંબા ફલાયઓવર બ્રીજનું ઉદ્ધાટન કરશે , તેવી જ રીતે ખોરજ ખોડિયાર કન્ટેનર ડેપો પાસે બનેલા ઓવર બ્રીજનું પણ ઉદ્ધાટન કરશે.
આ ઉપરાંત શાહ પાનસર – છત્રાલ રેલ્વે ઓવરબ્રીજ અને કલોલમાં નવિનીકરણ પામેલા એપીએમસી સંકુલનું પણ લોકાર્પણ કરશે , તેવી જ રીતે કોલવડા અને રૂપાલ ખાતે રસીકરણ કેન્દ્રની મુલાકાત લેશે . તા.22મી જૂનના રોજ સવારે સિંધુ ભવન નજીક ક્રિસેન્ટ પાર્ટી પ્લોટ ખાતે કાર્યકરોને પણ મળીને તેમને સંબોધશે.
આગામી અષાઢી બીજ તા.12મી જુલાઈના રોજ અમદાવાદમાં સંભવિત યોજાનારી રથયાત્રા અંગે પણ અમીત શાહની ઉપસ્થિતિમાં ચર્ચાના અંતે નિર્ણય લેવાશે. રથયાત્રા યોજવા માટે રૂપાણી સરકાર પર દબાણ છે. જેના પગલે એત તબક્કે અમદાવાદમાં જનતા કફર્યુ લાદીને ખૂબજ મર્યાદિત ભકત્તોને સાથે રાખીને 3થી 4 કલાકમાં રથયાત્રા યોજીને તેને પરત નીજ મંદિરે પરત લઈ જવા વિચારણા ચાલી રહી છે.