મુંબઈ: આજે તા. 16 માર્ચની વહેલી સવારે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને (Amitabh Bachchan) ઈમરજન્સીમાં મુંબઈની ખાનગી હોસ્પિટલમાં (Hospitalized) દાખલ કરાયા હોવાની વિગતો બહાર આવી છે. સુપરસ્ટારની તબિયત બગડતા તેમના ચાહકો ચિંતામાં મુકાયા છે. બચ્ચનને શું થયું અને હાલ તબિયત કેવી છે તેની કોઈ અધિકૃત વિગતો હજુ જાણવા મળી નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર 81 વર્ષીય અભિનેતાને ખભાની સમસ્યાને કારણે શુક્રવારે સવારે 6 વાગ્યે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી એવી વિગતો પણ બહાર આવી છે કે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે. જો કે આ મામલે અમિતાભ બચ્ચન કે તેમની ટીમ તરફથી હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ સૂત્રોનું માનીએ તો અભિનેતાની હાલત સ્થિર છે.
મીડિયા અહેવાલો અનુસાર બિગ બીને કડક સુરક્ષા હેઠળ આજે વહેલી સવારે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન અમિતાભના ટ્વીટર હેન્ડલ પર એક પોસ્ટ આવી હતી. જેમાં લખ્યું હતું… In gratitude ever..
આ ટ્વિટને કારણે અટકળો લગાવવામાં આવી રહી છે
અમિતાભ બચ્ચન આ દિવસોમાં તેમની તબિયતને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં તેમના પગમાં ઈજા થઈ હતી. આજે સમાચાર આવી રહ્યા છે કે તેમને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે અમિતાભ બચ્ચને પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક ટ્વિટ કર્યું છે. અભિનેતાએ તેના ટ્વિટમાં લખ્યું, ‘તમારા બધાનો ખૂબ ખૂબ આભાર’. અમિતાભનું ટ્વીટ વાંચીને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અભિનેતા કદાચ ઓપરેશન બાદ પોતાના શુભચિંતકોનો આભાર વ્યક્ત કરી રહ્યો છે.
બિગ બીએ તેમની ટીમની જીતની ઉજવણી અભિષેક સાથે કરી હતી,
જ્યારે બિગ બીએ તાજેતરમાં જ પુત્ર અભિષેક બચ્ચન સાથે ISPLમાં તેમની ટીમની જીતની ઉજવણી કરી હતી. , ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) ની ગુરુવારે, 14 માર્ચે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની ટીમ મારી મુંબઈએ ચેન્નાઈ સિંઘમ્સને હરાવી હતી. અને ફાઇનલમાં સ્થાન પાક્કું કર્યું હતું. જીત બાદ બંને કલાકારોએ પોતાની ટીમ સાથે જીતની ઉજવણી કરી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન પાસે ઘણા પ્રોજેક્ટ છે. તે ટૂંક સમયમાં પ્રભાસ અને દીપિકા પાદુકોણ અભિનીત મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કલ્કી 2898 એડી’માં મહત્વની ભૂમિકા ભજવતો જોવા મળશે. બિગ બીની છેલ્લી રિલીઝ ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન સાથેની ‘ગણપત’ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર ફ્લોપ રહી હતી.