શહિદ સ્મૃતિ અને ગાંધી નિવાર્ણ દિન નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ હાઉસ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ભીંતચિત્રના અનાવરણ પ્રસંગે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સાદગી, સ્વદેશી, સ્વભાષા, સત્યાગ્રહ અને સાધનશુદ્ધિ જેવા વિચારો ભારતના પુન: નિર્માણ માટે આજે પણ એટલા જ મહત્વના અને પ્રસ્તુત છે. આ ભીંત ચિત્ર ભારતના હસ્ત-કારીગરો દ્વારા નિર્મિત 2,975 માટીની કુલડીમાંથી તૈયાર કરવામાં આવ્યું છે.