કોલકાતા (Kolkata):પશ્ચિમ બંગાળમાં (West Bengal) વિધાનસભાની ચૂંટણીઓનું વાતાવરણ ગરમ થઇ ગયુ છે. એક તરફ ભાજપ (BJP) આ વખતે પેગપેસારો કરવામાં કમર કસીને બેઠું છે. તે બીજી બાજુ દીદી (Mamta Banerjee TMC) પણ સહેલાઇથી ભાજપને જીતવા દેશે નહીં. પ.બંગાળમાં ભાજપ ચૂંટણીઓ જીતવા જેટલું જોર લગાવી રહી છે. સામે મમતા બેનર્જી પણ એટલા જ જોર શોરથી પ્રચાર કરતા અને સખત રણનીતિઓ બનાવતા જોવા મળે છે.
ગઇકાલે ગૃહમંત્રી અમિત શાહે એક સમારંભમાં જાહેરાત કરી હતી કે આસામમાં રસીકરણ કાર્યક્રમ પૂરો થાય એ પછી CAA લાગુ થશે. અમિત શાહે કહ્યુ કે, હું બંગાળમાં મમતા બેનર્જીની સરકાર ઉથલાવવા આવ્યો છું. હું સંભાળવા આવ્યો નથી ટીએમસી સરકાર ઉથલાવીને ફેંકી દેવામાં આવે તો જ ભાજપ સરકાર અહીં આવી શકે છે. મમતાજીની સરકાર બરાબર ચાલી નથી. અમારે મમતા દીદી સાથે કડવાશ નથી, પરંતુ તેમના શાસન હેઠળ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.
અમિત શાહે જાહેરાત કરી હતી કે રાજ્યમાં ભાજપ સરકાર આવતાની સાથે જ 18 હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં ઉમેરવામાં આવશે. પીએમ કિસાન નિધિની અગાઉની બાકી રકમ 12 હજાર રૂપિયા અપાશે, જે બંગાળ સરકારને કારણે ખેડૂતોને મળી શક્યા નહીં. આ ઉપરાંત 6 હજાર રૂપિયાનો આગામી હપ્તો પણ અપાશે. શાહે આરોપ લગાવ્યો હતો કે પીએમ કિસાન નિધિની રકમ ખેડૂતોના ખાતામાં મૂકવા માટે, ખેડૂતોની સૂચિ, તેમની બેંક વિગતો આવશ્યક છે, અને મમતા સરકારે કેન્દ્ર સરકારને આ માહિતી મોકલી જ નહોતી.
અમિત શાહે કહ્યું કે બંગાળમાં ભાજપનું લક્ષ્ય એ છે કે,“ભાજપ 200 થી વધુ બેઠકો સાથે સંપૂર્ણ બહુમતીવાળી સરકાર બનાવશે. લોકો શું વિચારે છે કે હું શું કહું છું. પરંતુ હું પૂરા આત્મવિશ્વાસ સાથે કહું છું કે ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે. બંગાળના લોકો ભાજપ સાથે છે.” અહીં બંગાળના ભાજપના સીએમ કોણ બનશે એ વિશે પ્રશ્ન પૂછાતા અમિત શાહે કહ્યુ હતુ કે, ‘બંગાળમાં મુખ્યમંત્રી બંગાળની ભૂમિમાંથી જ હશે. શું ટીએમસીમાંથી ભાજપના નેતા પણ મુખ્યમંત્રી બની શકે છે? આ સવાલ પર શાહે ફરીથી સ્પષ્ટ કશું કહ્યું નહીં, પુનરાવર્તિત કર્યું કે ભલે મુખ્યમંત્રી બને, તે બંગાળનો હશે. જણાવી દઈએ કે બંગાળની ચૂંટણી પહેલા અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પક્ષ અધ્યક્ષ જે.પી.નડ્ડા બંગાળમાં ખૂબ સક્રિય છે અને ભાજપ માટે ચૂંટણી અગાઉ સતત રેલીઓ કરી રહ્યા છે.